ઘરે કાગડો આવે તો શુભ થાય કે અશુભ? શાસ્ત્રોમાં કહેવામાં આવી છે આ વાત

જો આ અવસ્થામાં કાગડો જોવા મળે તો ઘરમાં થાય છે ધનના ઢગલા

ભારતમાં પક્ષીઓ અને પ્રાણીઓને ખુબ માનવામાં આવે છે. એટલું જ નહીં અમુકની તો પૂજા પણ કરવામાં આવે છે. તમે લોકોએ ઘરની છત પર મોટા ભાગે કાગડાને દાણા ચણતા જોયો હશે. જો કે ઘણા લોકો કાગડાને શુભ માને છે તો ઘણા લોકો તેને અશુભ માને છે. તો આજે અમે તમને તેની પાછળ રહેલી સત્યતા વિશે જણાવીશું. જેથી તમને જાણ થાય કે કાગડો ઘરની છત પર આવે તો શુભ ગણાય કે અશુભ.

શકુનશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરની છત પર કાગડો આવે તો તે શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, પ્રકૃતિએ કાગડા ભવિષ્ય જોવાની અદભૂત શક્તિ આપી છે. તેથી તેને ભવિષ્યમાં બનનારી ઘટનાનો પહેલેથી જ આભાસ થઈ જાય છે અને તેથી તમને તેના વિશે સાવધાન કરવા માટે ઘરની છત પર આવે છે. તો આવો જાણીએ કાગડો કેવા કેવા સંકેતો આપે છે.

1.કાગડાને પાણી પીતો જોવો શુભ માનવવામાં આવે છે: શકુન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો તમને કોઈ કાગડો વાસણમાં પાણી પીતો જોવા મળી જાય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. તેનો એવો મતલબ થાય છે કે તમને નજીકના ભવિષ્યમાં ધન લાભ થવાનો છે અથવા કોઈ કાર્યમાં સફળતા મળવાની છે.

2.કાગડાની લડાઈ અશુભ સંકેત: તમે ઘણીવાર ઘરની છત પર કાગડાના ટોળાને શોરબકોર કરતા કે લડતા જોયા હશે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તેનો મતલબ એવો થાય છે કે તે ઘરના માલિક પર નજીકના સમયમાં મોટું સંકટ આવી રહ્યું છે. તે વ્યક્તિ કાં તો આર્થિક રીતે પાયમાલ થશે અથવા તો ઘરમાં ઝઘડા થશે.

3.પગને સ્પર્શ કરવો શુભ સંકેત: એવી પણ માન્યતા છે કે, સવારના સમયે ઉડતો કાગડો જો કોઈના પગને સ્પર્શી જાય તો તે બહુ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે, તેની સમાજમાં પ્રતિષ્ઠા વધવા જઈ રહી છે. સાથે તે વ્યક્તિનું લાંબા સમયથી અટવાયેલું કાર્ય ઝડપથી પૂર્ણ થશે.

4.કાગડાના મોઢામાં રોટલી જોવી શુભ માનવામાં આવે છે: આ ઉપરાંત કાગડાના મોઢામાં રોટલીનો ટુકડો કે કોઈ ખાવાની વસ્તુ જોવી પણ શુભ માનવામાં આવે છે. તેનો સંકેત એવો છે કે તમારી કોઈ ઈચ્છા જલદીથી પૂર્ણ થશે.

5.ઘરના દરવાજે કાગડો કાઉ કાઉ કરે તો: જો કાગડો ઘરના દરવાજા પર બેસીને કાઉ કાઉ કરે તો એવો સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવી રહ્યું છે. જેની સુચના કાગડો તમારા સુધી પહોંચાડી રહ્યો છે. આ સાથે માતા લક્ષ્મી એટલે કે પૈસા આવવાનો પણ સંકેત છે.

YC