ખુશખબરી! LPG ગેસ સિલિન્ડર બુક કરવા પર મળશે 10,000નું સોનું, જાણો સમગ્ર પ્રોસેસ

તહેવારોની સીઝનમાં કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઓફર આપવાનું શરૂ કર્યું છે. આ કડીમાં, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP-Hindustan Petroleum) એ પણ તેના ગ્રાહકોને નવરાત્રિના પ્રસંગે 10,000 રૂપિયા સુધીનું સોનું જીતવાની તક આપી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમે આ ઓફરની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરી છે. ટ્વીટ મુજબ, પેમેન્ટ એપ પેટીએમ (Paytm) દ્વારા ગેસ બુક કરનારા ગ્રાહકોને ગોલ્ડ જીતવાની સુવર્ણ તક મળશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઓફર હેઠળ ગ્રાહકોને Paytm દ્વારા ગેસ બુક કરીને 10 હજાર રૂપિયા સુધીનું સોનું જીતવાની તક મળી રહી છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP-Hindustan Petroleum) ની આ ઓફર 7 ઓક્ટોબર 2021 થી શરૂ થઈ છે. ગ્રાહકો 16 ઓક્ટોબર 2021 સુધી આ ઓફરનો લાભ લઈ શકે છે. નવરાત્રિ ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ 5 નસીબદાર વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ઓફર માત્ર બુકિંગ અથવા ગેસ સિલિન્ડરની ચુકવણી પર લાગુ થશે. પસંદ કરેલા 5 વિજેતાઓને 10,000 રૂપિયા સુધીનું સોનું આપવામાં આવશે.

બીજી બાજુ, ગ્રાહકો Paytm દ્વારા ગેસ બુક કરીને અન્ય ઘણા લાભો મેળવી રહ્યા છે. પેટીએમ દ્વારા ગેસ બુક કરાવવા પર, તમામ વપરાશકર્તાઓને પ્રતિ બુકિંગ રૂ. 1,000 સુધીનું કેશબેક પોઈન્ટ સુધીનું એશ્યોર્ડ રિપોર્ડ આપવામાં આવી રહ્યું છે. યૂઝર આ રિવોર્ડ પોઈન્ટ ઉપયોગ ડીલ્સ અને ગીફ્ટ વાઉચર માટે કરી શકે છે.

ગેસ બુક કરવા માટે પહેલા તમારે Book Gas Cylinder પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરો જે પણ એચપી અથવા ભારત અથવા ઇન્ડેન છે. તમારો મોબાઇલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર દાખલ કરો. હવે તમારો પેમેન્ટ મોડ પસંદ કરો. આમાં, તમે Paytm Wallet, Paytm UPI, Cards, Net Banking પસંદ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે પેટીએમ પોસ્ટપેડ વિકલ્પ પણ પસંદ કરી શકો છો. ચુકવણી સાથે, તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

YC