પાનમાં સોનુ કે સોનાનું પાન ? સોશિયલ મીડિયામાં વીડિયો થઇ રહ્યો છે વાયરલ, એક પાનની કિંમત જાણીને હોશ ઉડી જશે

આપણા દેશના મોટાભાગના લોકો જમ્યા બાદ પાન ખાવાનું પસંદ કરે છે, અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમને સારું પાન ખાવા મળે. ઘણી જગ્યાએ આપણે ઘણી દુકાનોની અંદર પાનમાં પણ વિવિધ વેરાયટી જોઈ છે. સામાન્ય રીતે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનું પાન આપણે કદાચ ખાધું પણ હશે.

પરંતુ આજે અમે તમને જે પાન બતાવીશું તે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે, અને આ પાન ખુબ જ ખાસ એટલા માટે છે કે તેની અંદર સામાન્ય પાન કરતા એક વસ્તુ વધારે અને મહત્વની છે જે આ પાનને વધુ ખાસ બનાવે છે.

આ પાનની અંદર સોનુ ઉમેરવામાં આવે છે. માન્યામાં ના આવે પરંતુ આ સાચું છે. હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા પાન બનાવે છે.

સામાન્ય રીતે જ જેમ પાન બને તેમ આ મહિલા પાન બનાવે છે તેમ આ મહિલા પાન બનાવે છે, પરંતુ ખરો કમાલ તો પાન બની ગયા બાદ જોવા મળે છે. પાન બની ગયા બાદ આ મહિલા પાનને સોનાના એક પેપરમાં લપેટે છે અને પછી આ પાન બની જાય છે ખુબ જ ખાસ. જો આ પાનની કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત 600 રૂપિયા એક પાનના છે. જુઓ તમે પણ આ વીડિયો.

તો આ ઉપરાંત બીજો પણ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દુકાનની અંદર ફાયર પાન બને છે. આ પાન ખાવા માટે પણ લોકોની લાઈનો લાગે છે.


વીડિયોની અંદર એક વ્યક્તિ પાન બનાવે છે. ત્યારબાદ પોતાના કાઉન્ટર ઉપર આગ લગાવે છે અને પાનમાં પણ આગ લગાવીને દુકાનદાર પોતાના હાથે જ ગ્રાહકને ખવડાવે છે. જુઓ આ વીડિયો પણ.

Niraj Patel