લોકો બોલ્યા, “આવું સાસરું મળે તો હું પણ ઘર જમાઈ બની જઈશ” ઘરે આવેલા દીકરી-જમાઇના સ્વાગતમાં આ દંપતિએ પીરસ્યા 379 વ્યંજન
આપણા દેશમાં દીકરી-જમાઇના ઘરે આવવા પર લોકો ઘણી મોટી દાવત રાખે છે. દીકરી-જમાઇના સ્વાગતમાં અલગ અલગ રીતના પકવાન બનાવે છે, અને તેમને ગિફ્ટ પણ આપવામાં આવે છે. એટલે કે એમ સમજી લો કે દીકરીના માતા-પિતા કંઇક વધારે જ પ્રેમ લૂંટાવે છે. એટલું જ નહિ, સાસરે પહોંચી જમાઇ પણ પૂરા ચિલ મોડમાં રહે છે. તેમના પાસે ના તો કોઇ કામ કરાવવામાં આવે છે અને ના તો કોઇ તેમને કંઇ કહે છે.
આંધ્રપ્રદેશના એક દંપતિના ઘરે જ્યારે તેમની દીકરી અને જમાઇ આવ્યા તો તેમણે ખાવામાં એટલા બધા વ્યંજન પીરસ્યા કે પૂરો મહોલ્લો એટલામાં તો પાર્ટી કરી લે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, આંધ્રપ્રદેશના એક દંપતિએ તેમના દીકરી-જમાઇના સ્વાગતમાં રેકોર્ડતોડ વ્યવસ્થા કરી. આ દંપતિએ મકરસંક્રાતિના અવસર પર 379 વ્યંજન પરોસ્યા. 15 જાન્યુઆરીએ બુદ્ધ મુરલીધર એલુરુ, આંધ્રપ્રદેશ સ્થિત તેમના સાસરે પહોંચ્યા.
એપ્રિલ 2022માં મુરલીધરે એલુરુની કોરૂબલ્લી કુસૂમા સાથે લગ્ન કર્યા. આર્કિટેક્ટ મુરલીધરે ક્યારેય વિચાર્યુ નહોતુ કે સાસરા તેનું આવું સ્વાગત થશે. કુસુમાએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ કે, અમે ઘણી રીતના વ્યંજન પરોસવાનું પ્લાનિંગ કર્યુ હતુ. 10 દિવસ પહેલા જ મેન્યુ ડિસાઇડ કરી લેવામાં આવ્યુ હતુ. આટલા બધા વ્યંજન જોઇ બધા ચોંકી ગયા. મુરલીધરે કહ્યુ કે, મેં બધા વ્યંજન ચાખ્યા, તે ઘણો અલગ અહેસાસ હતો.
આંધ્રપ્રદેશના ઘરમાં મકરસંક્રાતિ (પેડ્ડા પાંડુગા)ના અવસર પર જમાઇના સ્વાગતમાં મહા ભોજનું આયોજન કરવામાં આવે છે. ગોદાવરી જિલ્લાનું ખાવાનું ઘણુ મશહૂર છે. વિશાખાપટ્ટનમ પાસે સ્થિત અનાકપલ્લીના મુરલીધરે ગોદાવરી જિલ્લાની કુસુમા સાથે લગ્ન કર્યા છે. કેટલાક સમય પહેલા પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એક પરિવારે તેમના જમાઇના સ્વાગતમાં 365 વ્યંજન પીરસ્યા હતા.
View this post on Instagram