આવા મિત્રો હોય તો દુશ્મનની પણ શું જરૂર ? જુઓ મિત્રના જન્મ દિવસ પર મિત્રોએ છાણથી બનાવી દીધી અસલી કેક જેવી કેક…અને પછી કર્યું એવું કે…વીડિયો થયો વાયરલ

ગાયના છાણમાંથી મિત્રોએ બનાવી એવી અસલ કેક જેવી કેક કે જન્મદિવસ વાળો મિત્ર પણ આવી ગયો હરખમાં અને પછી જે થયું તે… જુઓ વીડિયો

આજકાલ મિત્રો તેના અન્ય મિત્રો સાથે કે જાહેરમાં કોઈ સાથે પ્રેન્ક કરતા હોય છે. ઘણા લોકો આવા પ્રેન્કના વીડિયો પણ બનાવતા હોય છે અને સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાયરલ પણ થતા હોય છે. ત્યારે ઘણા મિત્રો તેમના મિત્રોના જન્મ દિવસ કે લગ્નમાં પણ પ્રેન્ક કરતા હોય છે. પરંતુ હાલ કેટલાક મિત્રોએ એક મિત્રના જન્મદિવસ પર એવો પ્રેન્ક કર્યો કે કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય.

એક મિત્રનો જન્મદિવસ હતો. ત્યારે તેના બીજા મિત્રોએ તેની સાથે જ પ્રેન્ક કરવાનું વિચાર્યું અને વાસ્તવિક કેકને બદલે, તેઓએ ગાયના છાણમાંથી એક કેક બનાવી, અને તેને એવી રીતે ડેકોરેટ કરી કે કોઈ તેને જોઈને કહી ન શકે કે તે ગાયના છાણમાંથી બનેલી કેક છે. પછી.. હેપ્પી બર્થ ડે કહેતા મિત્ર પાસે કેક લઈ ગયો. છોકરાએ કેક જોઈ. તે ખૂબ જ ખુશ હતો.

મિત્રોની વાત સાચી માનીને તે કેકને સ્પર્શ કરી રહ્યો હતો ત્યારે મિત્રોએ તેનો ચહેરો કેક પર ખરાબ રીતે ઘસ્યો અને તે ભાગી ગયા. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ sujaljadhav8337_ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે કેપ્શનમાં લખ્યું છે “સેલિબ્રેશન.” વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by sujal (@sujaljadhav8337_)

સાથે જ આ વીડિયોને લાઈક કરવા ઉપરાંત લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સે આ વીડિયોને હાસ્યાસ્પદ પ્રૅન્ક કહ્યું તો કેટલાકે લખ્યું કે આવા મિત્રો કોઈને ન મળવા જોઈએ. આ સિવાય કેટલાક યુઝર્સે લખ્યું કે આવા મિત્રો કરતાં મારો કોઈ સારો દુશ્મન હોવો જોઈએ. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું કે ખોરાક સાથે આવી મજાક ન કરવી જોઈએ. કદાચ આ લોકોને ખાવાનું વધારે મળ્યું લાગે છે.

Niraj Patel