રસ્તા વચ્ચે જ લાકડી અને પટ્ટા વડે એકબીજાની ધોલાઇ કરી રહી છે આ છોકરીઓ, વીડિયો જોઇ તમે પણ હચમચી ઉઠશો

ઘણીવાર આપણે છોકરાઓને બે જૂથમાં લડતા જોઈએ છીએ. જ્યારે બે ગેંગ અથડામણ કરે છે, ત્યારે તેઓ વિવિધ પ્રકારના હથિયારો સાથે આવે છે. જો કે આ મામલો પોલીસ સુધી પહોંચે તો તેમના હોંશ ઠેકાણે આવી જતા હોય છે. જો કે આ મામલામાં છોકરીઓ પણ કોઈથી ઓછી નથી. સ્કૂલ-કોલેજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે છોકરાઓ કે છોકરીઓ કોઈ બાબતે બે જૂથમાં વહેંચાઈ જાય છે અને પછી મારપીટ કરે છે. કંઈક આવું જ હાલ વાયરલ થયેલ વીડિયોમાં જોવા મળ્યું, જ્યારે રસ્તાની બાજુમાં ઉભેલી છોકરીઓ અચાનક એકબીજા સાથે લડવા લાગે છે.

યુવતીઓ વચ્ચે ગેંગ વોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. રસ્તાની બાજુમાં ઘણી છોકરીઓ ઉભી છે. ત્યારે છોકરીઓ કોઈ વાતને લઈને એકબીજા સાથે લડે છે. કોઈના હાથમાં લાકડી છે તો કોઈના હાથમાં પટ્ટો, બધા એકબીજાને મારવા લાગે છે. એકે થપ્પડ મારતાં જ બીજાએ વાળ પકડી લીધા.

રસ્તા પર માર મારતી યુવતીઓનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યો હતો અને પછી તેને શેર કરી દીધો હતો, જેના કારણે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુવતીઓ વચ્ચે ઝઘડો ક્યા કારણોસર થયો હતો તે હાલ સ્પષ્ટ થઇ શક્યુ નથી અને આ મામલો ક્યાંનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી.

જોકે, વીડિયો જોયા બાદ નેટીઝન્સ વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સાચા પ્રેમ માટે છોકરીઓ શું નથી કરતી.’ ત્યાં, અન્ય એક યુઝરે લખ્યું, ‘તે પણ ખૂબ સારી રીતે લડે છે.’ આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર હેન્ડલ દ્વારા જ શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને 8 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Shah Jina