રસ્તા વચ્ચે બે યુવતીઓ આવી ગઈ બાથમબાથી, એકે ચોટલો ઝાલીને બીજીને ઘુમેડી જમીન ઉપર ફેંકી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં કોઈપણ ઘટના આજે ગણતરીના સમયમાં જ વાયરલ થઇ જતી હોય છે, ઘણી ઘટનાઓ એવી હોય છે જે હેરાન પણ કરી દેતી હોય છે, અને તેમાં પણ જો કોઈનો ઝગડો થાય તો તો લોકોના ટોળા વળીને જોવા ઉભા થઇ જાય અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દેતા હોય છે.

હાલ આવા જ એક ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવતીઓ એકબીજા સાથે ઝઘડતી જોવા મળે છે. આ બંને યુવતી રોડ વચ્ચે મારઝૂડ કરી રહી છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવતી બીજી યુવતીને મારી રહી છે અને લોકો તેને બચાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો લખનઉના આશિયાના વિસ્તારનો જણાવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે છોકરાએ લગ્નની લાલચ આપીને રેપ કર્યો અને બાદમાં તેની મહિલા મિત્ર સાથે તેને મારવામાં આવી. આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે.


પોલીસે આરોપી યુવક વિરુદ્ધ યૌન ઉત્પીડન અને મારઝૂડની કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે અન્ય બે યુવતીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કરી લીધો છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો હતો અને વાયરલ વીડિયોના આધારે જ પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો.

Niraj Patel