રસ્તા વચ્ચે છોકરીએ એક યુવકને ચંપલથી માર્યો, કહ્યુ- સિટીથી આવી છુ, ગામડાની નથી…વીડિયોમાં જુઓ દે ધન ધન

યુવક એવા ગંદા શબ્દો બોલ્યો કે યુવતીએ ભર બજારે યુવકને ઢીબ્યો…યુવતીએ કહ્યું – “ગામડામાંથી નથી આવી..” રસ્તા પર યુવકના જોઇલો કેવા હાલ કર્યા

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયુ છે કે હવે કોઇ પણ વીડિયોને વાયરલ થતા વાર જ નથી લાગતી. સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે તો ઘણીવાર છોકરીઓના છોકરાઓને માર મારતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે.

ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક યુવકને યુવતિની સ્કૂટી સાથે ટકરાવુ મોંઘુ પડી ગયુ. બ્યુટી પાર્લર ચલાવનાર યુવતિએ યુવકની રસ્તા વચ્ચે ચંપલોથી પિટાઇ કરી દીધી. યુવતિએ રાહગીરને લાતો મારી અને આ પર પણ તેનો ગુસ્સો શાંત ન થયો તો તેને મારતા મારતા પગે પડી માફી મંગાવી. યુવતિએ યુવકને જમીન પર નાક પણ રગડાવ્યુ. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના સોમવારની છે અને મધ્યપ્રદેશના રાજગઢની જણાવવામાં આવી રહી છે. આ યુવતિ છાપીહેડા નગરમાં બ્યુટી પાર્લર ચલાવે છે. સાાંજના સમયે તે સ્કૂટીથી જઇ રહી હતી અને ત્યારે રસ્તામાં એક યુવક ચાલીને આવી રહ્યો હતો તે આની સાથે ટકરાઇ ગયો. તે બાદ બંનેમાં જોરદાર ચર્ચા થઇ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, યુવકે દારૂ પીધો હતો. યુવતિએ તે બાદ ચંપલ નીકાળી તેને પીટવાનું શરૂ કરી દીધુ. લોકોની ભીડ જમા થઇ ગઇ. યુવક હાથ જોડી માફી માંગતો રહ્યો પરંતુ યુવતિ તેને મારી રહી હતી અને કોઇએ પણ તેને બચાવવાની કોશિશ ન કરી.

વીડિયો જોઇને એવું લાગી રહ્યુ છે કે, યુવતિ યુવકને માફ કરવાના મૂડમાં ન હતી. તેણે કહ્યુ કે, તે ગામની નથી, ઇન્દોરથી આવી છે. ચંપલોથી માર્યા બાદ તેણે યુવકને લાત પણ મારી. તે બાદ જમીન પર નાક રગડાવ્યુ. યુવક હાથ જોડી યુવતિથી માફી માંગતો રહ્યો. ઘણીવારના હંગામા બાદ યુવતિ ત્યાંથી ચાલી ગઇ.

Shah Jina