ભેંસ સામે નખરા કરવા આ છોકરીને પડ્યા ભારે, વીડિયોમાં જુઓ કેવા થયા બેનના હાલ

Viral Video: ઈન્ટરનેટ પર આપણને કેટલાક એવા વીડિયો જોવા મળી જાય છે જેને જોઈને આપણે હસવાનું નથી રોકી શકતા. કેટલાક લોકો વિચિત્ર રીતે ડાન્સ કરતા હોય છે તો કોઈ બેસુરા સ્વરે ગીતો ગાતા હોય છે. આજ કાલ લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા અનેક પ્રકારના જુગાડ કરતા હોય છે. પરંતુ ક્યારેક આ જુગાડ મોંઘ પણ પડી જાય છે. લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં લોકો ક્યારેક પોતાની જાતને જ ઈજા પહોંચાડી દેતા હોય છે.

હાલમાં આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી ભેંસ સામે ચારો ખવડાવતી જોવા મળે છે ત્યારે બાદ તે ભેંસ સામે ડાન્સ કરવા લાગે છે. પરંતુ ભેંસને આ છોકરીના નખરા પસંદ ન આવ્યા અને તેના ખરાબ હાલ કરી નાખ્યા. આ વીડિયો જોયા બાદ ગેરેન્ટી તમે હસવાનું નહીં રોકી શકો.

આ વાયરલ વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે એક છોકરી ભેંસને ઘાસ ખવડાવવા માટે જાય છે. ત્યાર બાદ ઘાસ ગમાણમાં નાખીને ભેંસ સામે નાચવા લાગે છે. જો કે થોડીવાર તો બધુ બરાબર ચાલે છે પરંતુ ત્યાર બાદ એવું લાગ્યું કે ભેંસને જાણે આ છોકરીનો ડાન્સ પસંદ નથી આવ્યો. ત્યાર બાદ ભેંસ છોકરીને જોરદાર માથી વડે ટક્કર મારી દે છે અને છોકરી પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@psycho_biharii2)

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો પેટ પકડીને હસી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વખત જોવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો તેને લાઈક અને શેર કરી રહ્યા છે. દરેક લોકો આ વીડિયો જાય બાદ મજા લઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે કેમ દીદી આ ગયા સ્વાદ. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ દીદી હવે ક્યારેય ભેંસ સામે પોતાનું ટેલેન્ટ નહીં બતાવે.

YC