ખબર

છોકરીએ છોકરા ઉપર ઢોળી કોલ્ડ્રીંક, યુવકે કહ્યું તો માફી મંગાવાની જગ્યાએ ઝઘડો કરી અને યુવકને માર્યા થપ્પડ, પછી યુવકે પણ…

આ વખતે યુવકે યુવતીના થપ્પડનો આ રીતે આપ્યો જવાબ, વીડિયો જોઈને કહેજો સાચું કર્યું કે ખોટું?

થળોએ સમય પહેલા લખનઉની અંદર એક ઘટના ઘટી હતી જેમાં એક યુવતીએ કેબ ડ્રાઈવરને એક પછી એક ધડાધડ લાફા ઝીંકી દીધી હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આખો દેશ કેબ ડ્રાઈવરના સ્પોર્ટમાં આવ્યો હતો. આ ઘટના બાદ મહિલાઓના અધિકારોના દુરુપયોગ વિશેની પણ વાતો ચર્ચાવવા લાગી હતી, ત્યારે હવે એક આ ઘટનાથી વિપરીત વીડિયો સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક યુવતીએ કોઈપણ જાતના વાંક ગુન્હા વગર એક યુવકને થપ્પડ મારી દીધી. પરંતુ આ યુવક ચૂપ ના રહ્યો તેને પણ યુવતીને જવાબ આપ્યો અને યુવતીને ધડાધડ ત્રણ થપ્પડ મારી દીધા. આ ઘટનાનો વીડિયો પણ ત્યાં ઉપસ્થિત કોઈએ બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જેના બાદ આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક છોકરો અને એક છોકરીને વચ્ચે રસ્તા વચ્ચે જબરદસ્ત માથાકૂટ થતી જોઈ શકાય છે. આ બધા વચ્ચે જ છોકરીએ યુવકને થપ્પડ મારી દે છે. જેના પર યુવક ફરી માથાકૂટ કરવા લાગી જાય છે અને છોકરી બીજીવાર થપ્પડ મારી દે છે. જેના બાદ છોકરી ફરી હાથ ઉઠાવે છે ત્યારે જવાબમાં છોકરો પણ છોકરીને થપ્પડ મારી દે છે.

વીડિયોની અંદર છોકરાનો આરોપ છે કે તે રસ્તા ઉપર ચાલી રહ્યો હતો ત્યારે છોકરીએ તેના ઉપર કોલ્ડ્રીંક ફેંકી. છોકરીએ પ્રેન્ક વીડિયો બનાવવાના ચક્કરમાં યુવક ઉપર કોલ્ડ્રીંક ફેંકી. જયારે યુવકે તેની સાથે વાત કરી ત્યારે માફી મંગાવાની જગ્યાએ છોકરી તેની સાથે માથાકૂટ કરવા લાગી ગઈ અને પછી થપ્પડ મારી દીધી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોની અંદર છોકરા દ્વારા કહેતા સાંભળી શકાય છે કે, “ફક્ત એટલા માટે કે તમે એક છોકરી છો, તમને લાગે છે કે તમે કઈ પણ કરી શકો છો ? શું અમારા લોકોની કોઈ ઈજ્જત નથી ? જેના ઉપર યુવતીએ માથાકૂટ કરતા કહ્યું, “તો તમે છોકરીને થપ્પડ મારશો ?” છોકરાએ આસપાસ ઉભેલા લોકોની સામે કહ્યું, “આને મને ત્રણ થપ્પડ માર્યા, હું એક શિક્ષક છું.”