ભણતર પૂરું કરવા માટે રસ્તા પર લારી લગાવીને આ કામ કરી રહી છે આ દીકરી, લોકોએ અનેક વાર જોયો વીડિયો

શિક્ષા જીવનમાં ખુબ જ જરૂરી છે. જેને મેળવવા માટે લોકો કઠોર મહેનત કરે છે. અમુક લોકો નસીબદાર હોય છે જેને સહેલાઈથી શિક્ષા મળી જાય છે જ્યારે અમુક લોકો આર્થિક તંગી અને પૈસાના અભાવને લીધે શિક્ષણ મેળવી શકતા નથી. પણ જો મનમાં દ્રઢ સંકલ્પ, જુસ્સો અને કંઈક કરી બતાવવાની કામના હોય તો તેઓ કંઈપણ કામ કરી શકે છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જ્યા એક છોકરી રસ્તા પર પાણીપુરી વહેંચી રહી છે, જેથી તે કમાયેલા પૈસા દ્વારા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે.

રસ્તા પર તમે મોટાભાગે કોઈ પુરુષને જ પાણીપુરી વહેંચતા જોયા હશે, પણ શું તમે ક્યારેય કોઇ છોકરીને પાણીપુરીની લારી ચલાવતા જોઈ છે ? આ છોકરી ઇન્ટરનેટ પર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે પોતાની નોકરી છોડીને પાણીપુરીની લારી લગાવી દીધી. શરૂઆતમાં તેને થોડી સસ્મયાઓનો સામનો ચોક્કસ કરવો પડ્યો પણ બાદમાં તે એકદમ સેટ થઈ ગઈ અને લોકોને તેના હાથની પાપડી, દહીં ચાટ પણ પસંદ છે.

ચંદીગઢની રહેનારી પૂનમે આ કામ એટલા માટે શરૂ કર્યું જેથી તે પોતાના આગળના અભ્યાસ માટે પૈસા જમા કરી શકે. તે મોહાલીમાં આ લારી ચલાવે છે અને પોતે જ આલુ ટિક્કી, પાપડી ચટણી વગેરે બનાવે છે. યુટ્યુબર અને ફૂડ બ્લોગર હૈરી ઉપ્પલે તેની મુલાકાત લીધી હતી અને  તેનો વિડીયો પણ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરમિયાન પૂનમે જણાવ્યું કે તે દાંત ચિકિત્સકના રૂપે નોકરી કરતી હતી, પણ નોકરીને લીધે તેની પાસે અભ્યાસ માટે પૂરતો સમય મળતો ન હતો, અને પૂરતા પૈસા પણ ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Harry Uppal (@therealharryuppal)

સામે આવેલા પૂનમના વિડિયોમાં જોઈ શકાય છે કે તે રસ્તા વચ્ચે લારી લગાવીને પાણીપુરી વહેંચી રહી છે. તેની લારીની આસપાસ ઘણા ગ્રાહકો પણ છે. સોશિયલ મીડિયા પર પૂનમનો આ વિડીયો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના આ કામ અને લગનની ખુબ પ્રંશસા કરી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,”વાસ્તવમાં ખૂબ મહેનત કરી રહી છે આ દીકરી”.

Krishna Patel