આ છોકરી સાથે થઇ ગયો એવો કાંડ કે વીડિયો શેર કરીને બોલી, “કોઈએ મારી સાથે લગ્ન કરી લીધા અને મને ખબર પણ ના પડી…” જુઓ વીડિયો

આ યુવતીના એવી ગુપચુપ રીતે થઇ ગયા લગ્ન કે તેને પોતાને પણ ના પડી ખબર.. હવે તે સેંથામાં સિંદૂર ભરનારને શોધી રહી છે, વાયરલ થયો વીડિયો, જુઓ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણી બધી ખબરો સોશિયલ મીડિયા પર પણ સામે આવતી હોય છે. જેમાં લગ્નની જાહોજલાલી પણ જોવા મળતી હોય છે. ઘણા એવા લગ્નની પણ ખબર સામે આવે છે જેને લઈને કોઈપણ હેરાન રહી જાય. પરંતુ શું એવું ક્યારેય બને કે કોઈ યુવતીના લગ્ન થઇ જાય અને તેને ખબર જ ના પડે ?

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતી આ પ્રકારે જ વાત કહેતી જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં યુવતી જણાવી રહી છે કે તેની સાથે દગો થયો છે. એવું બન્યું કે હોળી રમતી વખતે કોઈએ તેની સાથે લગ્ન કરી લીધા અને તેને તેની ખબર પણ ના પડી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તે શોધવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે મળ્યો નહિ.

યુવતીએ પોતે આ વીડિયો રેકોર્ડ કર્યો છે અને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આમાં તે કહેતી જોવા મળી રહી છે કે હોળીના નામે કોઈ મારી માંગ ભરી દીધી. હું આ રંગને ત્રણ દિવસથી ઘસું છું, પણ નીકળતો નથી. યુવતી કહી રહી છે કે કોઈ તેને આટલો ગાઢ પ્રેમ કરી ગયું. અમે લગ્ન કર્યા, અમને ખબર ન પડી અને હવે, હું શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ કોણે કર્યું.

આગળ વીડિયોમાં યુવતી ઘણી બધી વાતો કરતી જોવા મળે છે. યુવતી કહે છે કે તે ઘણા વર્ષોથી સિંગલ છે. પરંતુ હવે કોઈએ છૂપી રીતે માંગ ભરી દીધી છે, આ ખોટું છે. ઓછામાં ઓછું તેને તો જણાવવું જોઈએ કે આવું કરવા વાળું ત્રિપાઠી, યાદવ… કોણ છે. આટલું જ નહીં યુવતી અહીંથી અટકતી નથી અને કહે છે કે કોઈ મને પૂછશે તો હું કોનું નામ લઈશ.

 

View this post on Instagram

 

A post shared by Samaakshi Jha (@littiii_chokha)

આટલું કહીને યુવતી પોતાનું માથું પણ બતાવતી જોવા મળે છે, જેમાં દેખાઈ રહ્યું છે કે તેના સેંથામાં પાક્કો રંગ લગાવી દેવામાં આવ્યો છે, જે નીકળતો નથી. તેનું માથું જે હોળીના દિવસે રંગવામાં આવ્યું હતું તે હજુ પણ રંગીન દેખાઈ રહ્યું છે. યુવતીનો આ વીડિયો જોઈને લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક તેને સલાહ આપતા જોવા મળે છે તો કેટલાક તેને માત્ર મજાક ગણાવી રહ્યા છે. હાલમાં આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel