બોયફ્રેન્ડ કરતો હતો બીજી છોકરીને પ્રેમ તો તેને જલાવવા માટે બીજા છોકરા સાથે લગ્ન માટે હા પાડી? પછી થયુ એવું કે…વીડિયો જોઇ હસવા લાગશો

જયારે એક છોકરી અને છોકરો પ્રેમમાં હોય છે, તો તે બંને વચ્ચે ઘણીવાર ઝઘડો પણ થતો હોય છે. પરંતુ આ ઉપરાંત તેઓ એકબીજાને જલાવવા માટે ઘણી વખત કંઇક મજેદાર હરકતો પણ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને જલાવવા માટે એવું કંઇક કરે છે કે જેના કારણે તેનુ જીવન બરબાદ થઇ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, એક ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને જલાવવા માટે કોઇ બીજા છોકરાને લગ્ન માટે હા કહી દે છે. ગર્લફ્રેન્ડને લાગે છે કે જયારે તે બીજા કોઇ છોકરા સાથે લગ્ન કરશે તો તેનો બોયફ્રેન્ડ ત્યાં આવશે અને તેના લગ્ન તોડાવી દેશે.

ગર્લફ્રેન્ડનો આ જ વિચાર તેના પર ભારી પડી ગયો. કારણ કે લગ્નની તારીખ નક્કી થઇ જાય છે અને તે છોકરીના લગ્ન પણ થઇ જાય છે પરંતુ તેનો બોયફ્રેન્ડ આવતો નથી. વાયરલ થઇ રહેલો વીડિયો લગ્નનો છે. આ વીડિયોમાં દુલ્હન ઘણી પરેશાન નજર આવી રહી છે. લગ્ન બાાદ દુલ્હન તેના પતિ સાથે એક સ્ટુડિયોમાં આવે છે. ત્યાં દુલ્હન એક ગીત ગાઇ અને તેની વાત કહેતી જોવા મળી રહી છે. આ પર જયારે રીપોર્ટર તેને પૂછે છે કે તે કોના માટે ગીત ગાઇ રહી છે તો તે છોકરી કહે છે કે તેના એક્સ માટે.

આના પર રિપોર્ટરે પૂછ્યું કે તમારા બોયફ્રેન્ડનું નામ શું છે? જેના પર છોકરી કહે છે, “હું તેનું નામ નથી લઈ શકતી, કારણ કે તેનું નામ લેઇશ તો તે બદનામ થઇ જશે. હું તેને ખરેખર પ્રેમ કરું છું.” વીડિયોમાં જોઈ શકાય છે કે આ પછી દુલ્હન અચાનક રડવા લાગે છે. આના પર રિપોર્ટરે પૂછ્યું કે તમે કેમ રડો છો? જેના જવાબમાં દુલ્હન કહે છે, “હું મારા બોયફ્રેન્ડને ખૂબ પ્રેમ કરું છું, પણ તે કોઈ બીજાને પ્રેમ કરે છે. મેં તેને જલાવવા માટે બીજા છોકરા સાથે લગ્ન માટે હા પાડી દીધી, મને લાગ્યુ કે તે આવશે પણ તે આવ્યો નહીં,અને હું બરબાદ થઈ ગઈ”

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વીડિયોને Instagram પર bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે, ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી કારણ કે આ વીડિયો માત્ર ફની વીડિયો પણ હોઇ શકે છે.

Shah Jina