આજકાલ લોકોને પ્રેમ તો ઘડીકવારમાં થઇ જાય છે. કોઇકને ઇશારો ઇશારોમાં દિલ આવી જાય છે તો કોઇને ચેટિંગ કરતા કરતા… ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અમદાવાદની એક યુવતિ નડિયાદના યુવકના સંપર્કમાં આવી અને તેણે પરિવાર વિરૂદ્ધ જઇ તેની સાથે પ્રેમ લગ્ન પણ કરી લીધા. જો કે, આ યુવતી લગ્નના 10 જ દિવસમાં પિતા પાસે પરત આવી ગઇ.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતી ગ્રેજ્યુએટ યુવતિ નોકરી કરતી હતી અને તેને ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે ઓળખાણ થઈ હતી. લગભગ 6 મહિનાની ચેટિંગ બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જો કે, યુવતીના માતા-પિતા આ સંબંધથી રાજી ન હતા એટલે યુવતિએ તેમના વિરુદ્ધ જઈ યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા. જો કે, આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા યુવતીએ પતિ સાથે જવાની ઈચ્છા દર્શાવી.
પણ લગ્નના 10 દિવસ બાદ યુવતીને પિતાની યાદ આવતા તેણે પિતાનો સંપર્ક કરવાનું કહ્યુ તો પતિ પતિ અને સાસરિયાઓએ પિયરપક્ષ સાથે કોઈ સંબંધ નહીં રાખવાનું જણાવ્યું. આ ઉપરાંત સાસરિયાઓએ તેની પર ત્રાસ ગુજારવાની સાથે તેનો મોબાઈલ પણ લઈ લીધો. ત્યારે તક મળતા જ યુવતીએ પતિના મોબાઈલથી ભાભીને મેસેજ કર્યો અને પિતાના ઘરે આવવાની વાત કરી. તે પછી યુવતીના પિતાએ અભયમ 181ને કોલ કર્યો.