વધુ એક પાકિસ્તાની છોકરીએ ભારતીયોના દિલ જીત્યા, “લૈલા મેં લેલા” ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે લોકો બોલ્યા..”સની લિયોની પણ આની આગળ ફેઈલ..”

આ પાકિસ્તાની છોકરીઓ તો બોલીવુડના ગીતો પર ડાન્સ કરીને આપણા દેશના લોકોને પણ ઘાયલ કરી દીધા… જુઓ વધુ એક યુવતીનો ડાન્સ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને લોકો તેને જોવાનું પણ પસંદ કરતા હોય છે. ઘણા વીડિયો દૂર દેશના પણ હોય છે અને તેને પણ લોકોને જોવા ગમે છે. ત્યારે છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાંથી પણ ઘણા ડાન્સ વીડિયો સામે આવ્યા છે અને તે ભારતીયોનું પણ દિલ જીતી રહ્યા છે.

ઘણી યુવતીઓ બોલીવુડના ડાન્સ પર એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે તેને જોયા જ કરવાનું મન થાય. આવો જ એક વીડિયો જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે તે એક પાકિસ્તાની યુવતીનો છે જે ‘લૈલા મેં લૈલા’ ગીત પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં તે લહેંગો પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. યુઝર્સ યુવતીના ડાન્સથી ચોંકી ગયા છે.

આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે આ છોકરી કોઈ પ્રોફેશનલ ડાન્સર કે બોલિવૂડ એક્ટ્રેસ નથી, પરંતુ એક સિમ્પલ છોકરી છે જેણે પોતાના આકર્ષક ડાન્સ મૂવ્સથી ઘણાના દિલ જીતી લીધા છે.

‘લૈલા મેં લૈલા’ ગીત પર છોકરીના ડાન્સે લોકોને દિવાના બનાવી દીધા છે. આ યુવતીએ પોતાના ડાન્સ કૌશલ્યથી બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપી છે. ગીતની ધૂન પર તેણી જે રીતે તેના શરીરને હલાવી રહી છે તે ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી છે અને ઘણા લોકો તેની કુશળતાથી આશ્ચર્યચકિત છે.

Niraj Patel