ટ્રેનના ટોયલેટમાં ગઇ યુવતિ, અંદર જઇ બનાવવા લાગી રીલ, બતાવ્યુ કંઇ એવું કે લોકો બોલ્યા- વોશરૂમ પણ ના છોડ્યુ.! વીડિયો નીચે લિંકમાં
આજકાલ તો લોકો પર સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું ભૂત સવાર છે, તેઓ કંઈ પણ કરીને બસ ફેમસ થવા માંગે છે અને તેના માટે વિચિત્ર રીલ્સ પણ બનાવે છે અને પોસ્ટ કરે છે. એક છોકરીએ પણ આવી રીલ બનાવી. તે ટ્રેનના ટોઇલેટમાં ગઈ અને અંદર જઇ રીલ બનાવવા લાગી. આ દરમિયાન તેણે કંઈક એવું બતાવ્યું, જેને જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે- વોશરૂમને પણ છોડ્યુ નહીં !

ઇન્સ્ટાગ્રામ યુઝર કલ્પના શર્માએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે ટ્રેનના ટોઇલેટમાં રીલ બનાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં, તે શાહરૂખ ખાન અને સિંગર અભિજીતના ગીત – સુનીયે તો… પર પરફોર્મ કરી રહી છે. તેણે વીડિયોમાં કેટલીક ઘૃણાસ્પદ વસ્તુઓ બતાવી. તેણે વોશરૂમની અંદર ટોઇલેટ સીટ બતાવી, જેની સાથે સાંકળથી બાંધેલો મગ પણ દેખાય છે.

ટોઇલેટ ગંદુ લાગે છે, આવી સ્થિતિમાં, પ્રેક્ષકોનો વિડિઓ જોવાનો અનુભવ પણ બગડી ગયો. પછી તે પોતાને અરીસામાં બતાવવા લાગે છે. અરીસો પણ બહુ સ્વચ્છ નથી અને તેનો ચહેરો ઝાંખો દેખાય છે. આ વીડિયોને 30 લાખ કરતા વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram