એરપોર્ટ ઉપર લગ્નનની કંકોત્રીઓ લઈને આવી છોકરી, અધિકારીઓએ ચેક કરતા અંદરથી નીકળ્યું એવું એક સૌના હોશ ઉડી ગયા, જુઓ વીડિયો

તમારા પરિવાર, સંબંધીઓ, નજીકના લોકો અને મિત્રોને લગ્નમાં આમંત્રણ આપવા માટે કંકોત્રીઓ છપાવવામાં આવે છે. લોકો પણ આતુરતાથી રાહ જુએ છે કે ક્યારે લગ્નનું કાર્ડ આવે અને અમે લગ્નમાં હાજરી આપવા જઈએ, પરંતુ હવે જો કોઈ અજાણ્યા લગ્નનું કાર્ડ આવે તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે આજકાલ આવા લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

તાજેતરમાં એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન, એક મહિલા લગ્નનું કાર્ડ લઈને આવી રહી હતી, જે ખોલ્યા પછી ખબર પડી કે તેની અંદર ડગ છુપાવવામાં આવી રહ્યું છે.  IPS ઓફિસર રુપિન શર્માએ હાલમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને તેને પોસ્ટ કરતી વખતે કેપ્શન લખ્યું હતું કે ‘લગ્ન કાર્ડવાળી છોકરી એરપોર્ટ પર પકડાઈ ગઈ હતી. કાર્ડની અંદર ડગ હતું. એરપોર્ટ પર કોઈની પાસેથી કંઈ ન લઈ જવાનું ધ્યાન રાખો. વસ્તુની સાઈઝ ગમે તેટલી હોય, પછી ભલે તે વૃદ્ધ હોય, યુવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય…’

આ વીડિયો જોયા પછી તમારી આંખો પણ ફાટી જશે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી લગ્નનું કાર્ડ લઈને એરપોર્ટ જઈ રહી હતી, પરંતુ ચેકિંગ દરમિયાન જ્યારે આ કાર્ડ ખોલવામાં આવ્યું અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એટલે કે તેના 1-1 લેયરની તપાસ કરવામાં આવી. જ્યારે કાર્ડ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં ડગનું પેકેટ મળ્યું. જ્યારે અધિકારીઓએ આ ડગ પેકેટ જોયું તો તેઓ પણ ચોંકી ગયા અને યુવતીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ તે ઝડપાઈ ગઈ હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ વેડિંગ કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ 5000 લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને લોકો તેના પર ફની ફીડબેક આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, દરોડાથી કંઈ નહીં થાય, ₹100થી મોટી નોટો બંધ કરવી પડશે. પ્રોપર્ટીને આધાર સાથે લિંક કરવાની રહેશે. બેનામી પ્રોપર્ટી 100% બંધ કરવી પડશે. તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે ‘અમારી પાસે અહીં ઘણી પ્રતિભા છે…’

Niraj Patel