પ્રેમી જોડાનો વિવાદ ઉકેલવો પોલીસને પણ પડી ગયો ભારે, દીકરી ગુમ થતા પિતાએ નોંધાવી અપહરણની ફરિયાદ અને પછી બન્યું આવું

આજન્મ યુવક યુવતીઓને પ્રેમ થાય પછી તે પોતાના પરિવારજનોની પણ ચિંતા નથી કરતા. આજે ઘણા માતા પિતા એવા પણ છે જે પોતાના સંતાનોની પસંદગીની વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવી આપે છે. પરંતુ ઘણા માતા પિતાને આમ મંજુર પણ નથી હોતું ત્યારે આવા સંતાનો ઘર છોડીને પણ પોતાના પ્રેમી સાથે ભાગી જતા હોય છે, જેના બાદ તેમના ઘરવાળા પણ ચિંતામાં મુકાતા હોય છે.

તસવીર સૌજન્ય: (દૈનિક ભાસ્કર)

ત્યારે હાલ એવા જ એક મામલામાં પૂર્ણિયાના સહાયક મરંગા પોલીસ સ્ટેશનમાં બે યુગલ પ્રેમીઓના પ્રેમનો મામલો સુલઝાવવો પોલીસને પણ ભારે પડી ગયો. યુવતી અને યુવક બંને પક્ષ ગુરુવારના રોજ મરંગા પોલીસ સ્ટેશન પહોંચી ગયા. બંને પક્ષમાં પહેલા નોકઝોક થઇ. પછી બંને હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા અને એકબીજા સાથે મારઝૂડ કરવા લાગ્યા. ઘણી જ માથાકૂટ બાદ બંને પક્ષનો ઝઘડો રોકી પોલીસ સ્ટેશનની બહાર કાઢવામાં આવ્યા. આ હાઈવોલ્ટેજ ડ્રામાં સાંજ સુધી ચાલુ રહ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

દૈનિક ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે રહુઆના રહેવા વાળા અભિનંદન પ્રસાદના દીકરા સચિન કુમાર અને સુધીર પ્રસાદની દીકરીને એક વર્ષ પહેલા ફેસબુક ઉપર પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મળવાનું પણ શરૂ થયું. જેના બાદ બંનેએ ઘરેથી ભાગવાનો નિર્ણય કરી લીધો અને 13 ડિસેમ્બરના રોજ બંનેએ ઘરેથી ભાગીને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. જેના બાદ બંને પ્રેમી જોડાઈ 15 ડિસેમ્બરના રોજ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા.

(પ્રતીકાત્મક તસવીર)

તો બીજી તરફ છોકરીના પિતાએ છોકરા અને તેના પરિવાર વિરુદ્ધ મરંગા પોલીસ સ્ટેશનમાં અપહરણનો મામલો દાખલ કરાવ્યો. આ વાતની જાણ થતા જ છોકરાવાળાએ છોકરી વાળાને ગુરુવારના રોજે ઉપસ્થિત કરાવ્યા. પોલીસે છોકરીને હોસ્પિટલમાં જઈને મેડિકલ કરાવ્યું અને તેના બાદ 164ના નિવેદન માટે કોર્ટ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા અને ત્યારે જ બંને પક્ષો એક બીજા સાથે ઝઘડી પડ્યા.

(પ્રતીકાત્મક તસવીર)

આ પ્રેમી યુગલે ઘરેથી ભાગી જઈને લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કરી દીધો હતો. આ વીડિયોમાં બંનેએ કોઈના પણ દબાણમાં આવ્યા વગર પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. આધારકાર્ડમાં બંને બાલિક દેખાઈ રહ્યા હતા. પરંતુ બંને અલગ અલગ જાતના જોવાના કારણે છોકરીવાળાને આ લગ્ન મંજુર નહોતા.

(પ્રતીકાત્મક તસવીર)

છોકરા વાળા છોકરીને અપનાવવા તૈયાર હતા. આજે શુકવારના રોજ છોકરીનું નિવેદન કોર્ટમાં લેવાશે. પોલીસે યુવતીને કોઈને પણ મળવા નથી દીધી. હવે યુવતી કોર્ટમાં શું નિવેદન આપે છે તે જોવાનું રહ્યું. પોલીસ સ્ટેશનમાં પણ જયારે બંને પક્ષ મારઝૂડ કરી રહ્યા હતા ત્યારે પોલીસને પણ બળ પ્રયોગ કરવો પડ્યો. આ ઘટનાનો વીડિયો પણ એક વ્યક્તિએ બનાવી લીધો. પોલીસે આ જોયું અને તેનો મોબાઈલ પણ છીનવી લીધો. (સૌજન્ય: દૈનિક ભાસ્કર)

Niraj Patel