બાઇક પર ભૂત સવારી ? વાયરલ વીડિયો જોઇ તમે પણ હલી જશો

શું ભૂત-પ્રેત અને આત્માઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે ? કેટલાક લોકો તેને માને છે, તો કેટલાક તેને માત્ર એક ભ્રમ કહે છે. અનુભવોના આધારે ઘણા લોકો ભૂતના અસ્તિત્વનો દાવો કરે છે, જ્યારે અન્ય લોકો તેને મનનો વહેમ કહે છે. ઇશ્વર, ભૂત, બધું વિશ્વાસ પર નિર્ભર છે. પરંતુ એ વાત સાચી છે કે આવી અનેક અલૌકિક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે જે સામાન્ય લોકોની સમજની બહાર હોય છે.

દરેક વ્યક્તિની પોતાની માન્યતા છે… ત્યારે હવે બેંગલુરુના નેલમંગલામાં બાઇકની પાછળ ભૂત સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કારમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ આ વીડિયો બનાવીને શેર કર્યો જે હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અલેમારી પ્રસન્ન નામના વ્યક્તિએ શેર કર્યો છે. આ વીડિયોમાં સફેદ રંગનું કપડું હવામાં ઉડતું જોવા મળી રહ્યું છે.

તેણે કેપ્શન સાથે શેર કર્યું છે કે ‘નેલમંગલા-બેંગલુરુ રોડ પર છેલ્લી રાત્રે બાઇક સવારને ખબર પણ ન પડી અને એક ભૂત પાછળ સવારી કરી રહ્યું હતું’ આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ હસી રહ્યા છે. કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે જો શોલ ઓઢી જઇ રહેલો વ્યક્તિ આ વીડિયો જોઇ લે તો પોતે ડરી જાય.

Shah Jina