વરસાદથી બચવા માટે ટીન શેડની નીચે ગયા બે બાળકો અને લાગ્યો કરંટ, તેમને બચાવવા ચક્કરમાં બીજા ત્રણ લોકોના પણ મોત, જુઓ વીડિયો

કરંટ લાગવાના કારણે એક પછી એક પરિવારના પાંચ સભ્યો ચઢી ગયા મોતને ભેટ, આખી ઘટના કેમેરામાં થઇ ગઈ કેદ, ઢીલા પોચા હ્ર્દયવાળા ન જુએ આ વીડિયો

હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને  ચોમાસામાં ઘણી દુર્ઘટનાઓ પણ ઘટતી  હોય છે. આ સમયે વીજળીનો કરંટ ઉતરવાની ઘણી ઘટનાઓ પણ સામે આવે છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે રૂવાંડા ઉભા કરી દેનારી છે, જેમાં એક પછી એક પરિવારના 5 સભ્યો મોતને  ભેટતા વીડિયોની અંદર જોઈ શકાય છે.

આ ઘટન ગાજિયાબાદના સિંહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રાકેશ માર્ગ ઉપર આવેલા તેન સિંહ પેલેસની પાસે બની છે, જ્યાં એક દુકાનના ટીન શેડમાં કરંટ આવવાના કારણે ત્રણ બાળકો સમેત પાંચ લોકોના મોત થઇ ગયા છે. ટીન શેડમાં ભરે વરસાદના કારણે કરંટ ઉતરી આવ્યો હતો જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.

આ ઘટના ગઈકાલે બુધવારે 1 સપ્ટેમ્બરે સવારે 9.49 વાગ્યાની છે. એક બાળક રાકેશ માર્ગ પર શેરી નંબર-9ની સામે રમેશ કિરાણા સ્ટોર્સ પર સમાન ખરીદી રહ્યું હતું. આ દરમિયાન એક નાની બાળકી પોતાની નાની બહેનને તેડીને છત્રી લઈને રસ્તા પર જઈ રહી હતી. રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી અને ભારે વરસાદના કારણે તે થોડીવાર ઊભા રહેવા માટે દુકાનના ટીનશેડની નીચે જાય છે. જેવી જ તે ટીનશેડની નીચે જવા માટે ત્યાં લગાવાયેલા લોખંડના પાઈપને પકડે છે એવો જ બંનેને વીજ કરંટ લાગે છે અને બંને બાળકીઓ નીચે પડી જાય છે.

લગભગ 50 મીટરના અંતરે ઉભેલો એક માણસ આ બધું જોઈ રહ્યો હતો. તે તરત જ દોડીને છોકરીઓ પાસે પહોંચે છે. જેવો જ તે ટીનશેડના પાઇપને સ્પર્શ કરે છે, તે તરત જ ઝટકા સાથે નીચે પડી જાય છે. આ જોઈને તેના ઘરની બીજી એક મહિલા દોડે છે અને તે પણ ટીનશેડ પાઈપને પકડાતાંની સાથે જ પડી જાય છે. એવી રીતે વીજ કરંટ લાગવાના કારણે એક પછી એક કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પછી એક પાંચ લોકો કરંટ લાગવાના કારણે મોતને ભેટતા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજળી વિભાગનો સંપર્ક કરી અને વીજળી કપમાવા આવી.

તો સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દુકાનદારની લાપરવાહી વિરુદ્ધ કેસ દાખલ કરવાની પણ માંગણી કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુકાનદારને ખબર હતી કે થાંભલામાંથી કરંટ આવી રહ્યો છે તે છતાં પણ તેને ધ્યાન ના આપ્યું અને જેના કારણે 5 લોકો તેની ચપેટમાં આવી ગયા.

Niraj Patel