એશિયાના સૌથી રીચેસ્ટ મુકેશ અંબાણીને પાછળ છોડીને બિઝનેસમેન ગૌતમ અદાણી આજે દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં 9મા નંબરે પહોંચી ગયા છે. PM મોદી અને અમિત શાહે ફરી એકવાર દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નંબર 1 અને 2 સ્થાન જાળવી રાખ્યું છે.દેશના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે.
જેમાં ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી એક દિગ્ગજ બિઝનેસમેન છે. તેઓ અદાણી કંપનીના ફાઉન્ડર છે, મહત્વની વાત એ છે કે જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઇવેંટમાં અત્યાર સુધી મોટા મહાનુભાવની હાજરી રહી છે
,તો ઘણા મહાનુભાવો હાજરી આપીને રવાના પણ થયા છે, ત્યારે આજે શનિવારે ઇવેસ્ટનના બીજા દિવસે ગૌતમ અદાણી પત્ની સાથે પહોચ્યાં હતા,તો તેમનું કૃષ્ણભજની સાથે સ્વાગત કરાયું હતું. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસ ખુબ જ જોરદાર રહ્યો હતો. ગઈકાલે વિદેશી પોપ સિંગર રિવાનાએ પોતાના પર્ફોર્મન્સથી રંગ જમાવ્યો હતો.
આ સમયે બોલિવૂડ સેલિબ્રિટીઓ, ક્રિકેટરો તેમજ અનેક બિઝનેસમેન સહિત દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત હતા, જેમણે રિહાનાનું પર્ફોર્મન્સ નિહાળ્યું હતું. તો પહેલા દિવસનું ફંક્શન નિહાળ્યા બાદ અમુક ગેસ્ટ પરત પણ ફર્યા છે. બીજી તરફ મામ અનંતના પ્રિ-વેડિંગમાં ક્રિષ્ણા-આધ્યાનો નટખટ અંદાજ જોવા મળ્યો હતો. ઈશા અંબાણી બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.
અદાણીના બિઝનેસની વાત કરીએ તો ગૌતમ અદાણીની લીડરશિપમાં અદાણી ગ્રુપે તાજેતરના સમયમાં ઝડપથી તેનું દેવું ઘટાડ્યું છે. લોનના પેમેન્ટમાં વધારો થવાને કારણે અદાણી ગ્રૂપની નાણાકીય સ્થિતિ સુધરી છે અને હવે જૂથ પર દેવાનું સ્તર પાંચ વર્ષમાં સૌથી નીચું થઈ ગયું છે. દરમિયાન, જૂથે મધ્યપ્રદેશમાં જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે અનંતની પ્રી-વેડિંગ સેરેમની જામનગરના આંગણે યોજાઈ રહી છે. તેમના ફેમિલી દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ બિઝનેસમૅનને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હોય છેલ્લા બે દિવસમાં જ જામનગરમાં 100થી વધુ ફ્લાઈટ લેન્ડ થઈ ચૂકી છે અને આંકડો હજી પણ વધશે.
છેલ્લા બે દિવસમાં જામનગર એરપોર્ટ પર ફ્લાઈટ ટ્રાફિકનો આ રેકોર્ડ બની ચૂક્યો છે. સૂત્રોના મતે દુનિયાભરમાંથી આવી રહેલા ગેસ્ટ સીધા જ જામનગર લેન્ડ થઈ શકે તે માટે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram