બોલીવુડની અભિનેત્રી ગૌહર ખાન તેના લગ્નને લઈને ઘણી જ ચર્ચામાં રહી હતી. હાલ તેના માથે દુઃખનો પહાડ તૂટી પડવાના સમાચાર આવી રહ્યા છે. તેના પિતાનું શુક્રવારના રોજ નિધન થઇ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગૌહરના પિતા છેલ્લે લાંબા સમયથી બીમાર હતા. આ દરમિયાન અભિનેત્રીએ સતત પોસ્ટ કરી અને પોતાના ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી.
ગૌહર ખાનના પિતાના નિધનની જાણકારી તેની મિત્ર પ્રીતિ સિમોસ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આપવામાં આવી છે. તેને ગૌહરના પિતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે ખુબ જ ભાવુક કેપશન પણ આપ્યું છે.
View this post on Instagram
તેને લખ્યું છે કે, “મારી ગૌહરના પપ્પા, જે વ્યક્તિ સાથે મેં પ્રેમ કર્યો, જે શાનથી જીવ્યા અને જેમને ગર્વ સાથે હંમેશા યાદ કરવામાં આવશે. પરિવારને શક્તિ અને પ્રેમ.” આ વીડિયોની અંદર તેને ગૌહર ખાનને પણ ટેગ કરી છે.
View this post on Instagram
ગૌહરે પણ પોતાના પિતાના નિધન ઉપર પિતાની એક તસ્વીર સાથે ખુબ જ ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેને પોતાના પિતાને એક હીરો ગણાવ્યા છે. અને પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે.
View this post on Instagram
આ ખબર બાદ ગૌહરના પરિવારમાં પણ શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. તેના ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ તેમના પ્રત્યે પોતાનું દુઃખ અભિવ્યક્ત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગૌહર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર મીણબત્તીની તસ્વીર લગાવી છે. ગૌહરે ગુરુવારના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર સ્ટોરીમાં શેર કરી હતી જેમાં તે હોસ્પિટલમાં બેઠેલી નજર આવી રહી હતી.
View this post on Instagram
આ સાથે જ તેને કેપશનમાં લખ્યું હતું કે, “મહેરબાની કરીને મારા પિતા માટે દુઆઓ કરો.” થોડા સમય પહેલા જ ગૌહરે અભિનેતા જૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. ગૌહરને “રોકેટ સિંહ: સેલ્સ મેન ઓફ ધ યર” અને “ઇશ્કજાદે” જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય માટે ઓળખવામાં આવે છે.