બનાસકાંઠામાં રાત્રે 3 વાગ્યે આ નેતાએ બુટલેગરના અડ્ડા પર કરી રેડ, દારૂની પેટીઓનો કર્યો છુટ્ટો ઘા – જુઓ વીડિયો

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર જ હોય તેમ લાગી રહ્યુ છે. અવાર નવાર પોલિસ દ્વારા દરોડો પાડી કે નાકાબંધી કરી ભરતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ઝડપી લેતા હોય છે અને ઘણીવાર બુટલેગરના અડ્ડા પર પણ રેડ પાડી મોટી માત્રામાં દારૂ ઝડપાય છે. દારૂબંધી હોવા છત્તાં પણ દારૂનું ધૂમ વેચાણ થતુ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે, ત્યારે દારૂબંધી મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આકરાપાણીએ જોવા મળી રહ્યા છે. તેમણે રાત્રે ત્રણ વાગ્યે જનતા રેડ કરી ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી દારૂના જથ્થા સાથે બુટલેગરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ગુજરાતની જો ગત મહિનાઓની વાત કરીએ તો કયાંક અધિકારીઓ ઓફિસમાં બેસી દારૂની મહેફિલો માણતા વીડિયો વાયરલ થયા છે તો કયાંક શિક્ષક દારૂ પી શિક્ષણધામમાં જઈ રહ્યા છે અને હદ તો ત્યારે વટી જાય છે જયારે દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સોશિયલ મીડિયામાં વીડીયો વાયરલ કરી પોલીસ હપ્તા લેતી હોવાનો આરોપ કરી રહ્યા છે.આ બધા બાદ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવા સવાલ ઉઠી રહ્યા છે.

ત્યારે હાલમાં જ બે દિવસ અગાઉ વિધાનસભામાં બુટલેગરોના નામ જાહેર કર્યા બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખુદ બુટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાત્રે ત્રણ વાગે ભાભરથી કોતરવાડાની કેનાલ પરથી એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો પણ જોડાયા હતા.

આ મામલે વીડિયો વાયરલ કરી તેમણે જણાવ્યુ હતુ કે, બનાસકાંઠાના યુવાધનને જો કોઈ બરબાદ કરવાનું વિચારશે તો તેને આવી રીતે જ સબક શિખવાડવામાં આવશે. આ સાથે જ તેમણે પોલિસ અને પ્રશાસન સામે પણ આરોપ કર્યો હતો અને આ બાબતે કહ્યુ  કે, મે 15 માર્ચ 2022ના રોજ વિધાનસભામાં બૂટલગેરનાં નામ જાહેર કર્યાં હતાં, પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ કર્યા છે, સાથે રાજસ્થાન સરહદમાંથી મોટા પાયે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી થતી હોવાની વાત કહી હતી.

Shah Jina