મહિનાના છેલ્લા દિવસે ગુરુ-ચંદ્રના સંયોગથી 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ: ગજકેસરી રાજયોગ લાવશે નોકરીમાં પ્રમોશન અને અટકેલા નાણાં પાછા મળવાની તકો

જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ ખાસ મહત્વ ધરાવે છે. દ્રિક પંચાંગ અનુસાર, 30 નવેમ્બર, 2026ના રોજ સવારે 09:41 વાગ્યે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 2 ડિસેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિમાં પહેલાંથી બિરાજમાન ગુરુ અને પ્રવેશ કરનાર ચંદ્રના સંયોગથી ગજકેસરી રાજયોગ રચાશે. આ યોગના પ્રભાવથી મુખ્યત્વે 3 રાશિઓના જાતકોને કારકિર્દી, આર્થિક બાબતો અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ તથા લાભની તકો મળી શકે છે.

ગજકેસરી રાજયોગનો સમયગાળો અને મહત્વ
30 નવેમ્બર, 2026ના રોજ સવારે 09:41 વાગ્યે ચંદ્રના સિંહ રાશિમાં પ્રવેશ સાથે ગુરુ અને ચંદ્રની યુતિ બનશે, જે 2 ડિસેમ્બર સુધી પ્રભાવી રહેશે. જ્યોતિષ માન્યતા મુજબ ગુરુ અને ચંદ્રના મિલનથી બનતો ગજકેસરી રાજયોગ શુભ ફળદાયી માનવામાં આવે છે. નવેમ્બરના અંતિમ દિવસે રચાતો આ રાજયોગ ત્રણ રાશિઓના જાતકો માટે પ્રગતિ, આર્થિક મજબૂતી અને નવી તકોના દ્વાર ખોલી શકે છે.


સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ અનેક ઉત્તમ અને સકારાત્મક તકો લઈને આવી શકે છે. આ સમયગાળામાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને કાર્યસ્થળ પર તમારી પ્રતિભા રજૂ કરવાની તક મળી શકે છે.જે જાતકો લાંબા સમયથી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને યોગ્ય તક મળી શકે છે. પ્રમોશન અથવા પગાર વધારાને લગતા સારા સમાચાર મળવાની શક્યતા છે, તેમજ આવકના નવા સ્ત્રોત પણ ખૂલી શકે છે.


ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ ગજકેસરી રાજયોગ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની અને પ્રગતિ કરવાની તકો લાવી શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ થવાની શક્યતા રહે છે.નોકરિયાત વર્ગને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે અથવા પ્રમોશનની તક મળી શકે છે. આર્થિક બાબતોમાં સુધારાના સ્પષ્ટ સંકેત દેખાય છે, અચાનક આર્થિક લાભ થવાની તકો મળી શકે છે અને અગાઉ કરેલા રોકાણોથી પણ લાભ મળવાની સંભાવના છે.


કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ગુરુ અને ચંદ્રની આ યુતિ સકારાત્મક પરિણામ લાવી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવે તેવા સંકેત મળી રહ્યા છે.જે લોકો નોકરીની શોધમાં છે, તેમને સારા સમાચાર મળી શકે છે. આવકમાં વૃદ્ધિ કરવાની નવી તકો ઊભી થઈ શકે છે અને તમારી એકંદર આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.

Disclaimer: (ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

5 ડિસેમ્બરે રાહુ-કેતુનું મોટું રાશિ પરિવર્તન, આ 6 રાશિઓ માટે ખૂલી શકે છે લાભ અને પ્રગતિના નવા દ્વાર

Next Article

વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનો તે વિવાદાસ્પદ કિસ્સો: જ્યારે ન કરવાનું કરવા લાગ્યો વિનોદ ડિમ્પલે સાથે, મજા આવશે વાંચવાની

error: Protected Content!