સની દેઓલ અને અમિષા પટેલનો અંદાજ ફરી એકવાર જોવા મળ્યો “ગદર 2″માં ગીત “મેં નિકલા ગડ્ડી લેકે”માં, જોઈને દર્શકો પણ ઝૂમવા લાગ્યા, જુઓ તમે પણ
Gadar 2 New Song Out: 11 ઓગસ્ટના રોજ બે ધમાકેદાર ફિલ્મો આવી રહી છે અને બંને ફિલ્મો એવી છે જેને લઈને દર્શકો ખુબ જ ઉત્સાહિત છે અને ખાસ વાત છે કે આ બંને ફિલ્મો તેમની પહેલી ફિલ્મની સિક્વલ છે અને આ બંને પહેલી ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર ખુબ જ ધમાલ મચાવી હતી. આ ફિલ્મો છે સની દેઓલની “ગદર 2” અને અક્ષય કુમારની “OMG 2”. ત્યારે બંને ફિલ્મોના ટ્રેલર પણ આવી ગયા છે અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ “ગદર 2″નું “મેં નિકલા ગડ્ડી લેકે” પણ રિલીઝ થઇ ગયું છે. જે જૂની ગદર ફિલ્મમાં પણ ખુબ જ લોકપ્રિય બન્યું હતું.
નવું ગીત થયું રીલિઝ :
થોડા સમય પહેલા રિલીઝ થયેલા ગીત ‘ઉડ જા કાલે કાવા’ના રિપ્રાઇઝ્ડ વર્ઝને દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યારે હવે મેકર્સે ‘મેં નિકલા ગડ્ડી લેકે’નું નવું વર્ઝન રિલીઝ કર્યું છે. આ ગીત બે દાયકા પહેલા ચાર્ટબસ્ટર હતું. સાથે જ તેનું નવું વર્ઝન પણ વખાણવા લાયક છે. ગીત રિલીઝ થતાની સાથે જ તે યુટ્યુબ પર વાયરલ થઈ ગયું છે. ગીતની શરૂઆત ઉત્કર્ષના પાત્ર ‘જીતે’થી થાય છે જે પિતા તારા સિંહ પાસેથી મોટરસાઇકલની માંગણી કરે છે.
બાપ દીકરાની જોડીએ મચાવી ધમાલ :
આના પર અમીષા પટેલ એટલે કે સકીના પુત્રનો પક્ષ લેતી જોવા મળે છે. આ પાર્ટીનો સમય છે, અને મોટાભાગના કલાકારો આઇકોનિક ટ્રેક પર ડાન્સ કરવા માટે ભેગા થયા છે. વિડીયોમાં સની અને અમીષા વચ્ચેની રોમેન્ટિક સિકવન્સ પણ દર્શાવવામાં આવી હતી, જેમાં તારા સિંહ અને સકીના વચ્ચેનો પ્રેમ બે દાયકા પછી પણ એવો જ છે. ‘મેં નિકલા ગડ્ડી લેકે’નું નવું વર્ઝન ઓરિજિનલ જેવો જ સ્વાદ જાળવી રાખે છે. આ વખતે ઉદિત નારાયણની સાથે તેમના પુત્ર આદિત્ય નારાયણે સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા પર ચિત્રિત ગીતને પોતાનો અવાજ આપ્યો છે.
11 ઓગસ્ટના રોજ થશે રિલીઝ :
વિડિયોમાં અમીષા પટેલ પણ સકીનાની ભૂમિકામાં ફરી રહી છે. શબીના ખાને આ ટ્રેકને કોરિયોગ્રાફ કર્યો છે. આ ગીત રિલીઝ થયા બાદ ‘ગદર 2’ની રાહ જોઈ રહેલા ચાહકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે. આ વખતે તારા સિંહ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાના દેશ અને પરિવારના સન્માન માટે લડતા જોવા મળશે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત “ગદર 2” 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.