ફ્રાન્સના રાષ્ટ્રપતિને પત્નીએ બધાની સામે મારી જોરદાર થપ્પડ! કહ્યું- હતી મજાક! જુઓ વીડીયો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિયેતનામ મુલાકાત ચર્ચામાં આવી છે. જી હા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમની પત્ની બ્રિજિટ મેક્રોન વિમાનમાંથી ઉતરતાની સાથે જ તેમના ચહેરા પર થપ્પડ મારતી જોવા મળે છે. રાષ્ટ્રપતિ મેક્રોન દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રવાસ પર છે, ત્યારે આ ઘટના લોકોનું ધ્યાન વધુ આકર્ષિત કરી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર લોકોના મનમાં અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. પરંતુ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મહેલ તરફથી હળવો જવાબ મળ્યો. શરૂઆતમાં, રાષ્ટ્રપતિ કાર્યાલયે વીડિયોની સત્યતાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તે વલણ લાંબો સમય ટકી શક્યું નહીં. ફ્રેન્ચ મીડિયાએ પાછળથી પુષ્ટિ કરી કે આ વીડિયો સાચો છે, ત્યારબાદ કેટલાક આંતરિક લોકોએ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનનો દરવાજો ખુલતાની સાથે જ બ્રિજિટ મેક્રોન સૌથી પહેલા બહાર આવી. તેણે રાષ્ટ્રપતિ મેક્રોનના ચહેરા પર બંને હાથે થપ્પડ મારી. આ જોઈને મેક્રોન થોડા આશ્ચર્યચકિત થયા, તેઓ તરત જ શાંત થયા અને ત્યાં હાજર લોકો તરફ હસતાં હસતાં હાથ લહેરાવ્યો. થોડીક સેકન્ડ પછી બંને એકસાથે સીડીઓ પરથી નીચે આવ્યા, પરંતુ આ સમય દરમિયાન બ્રિજિટે રાષ્ટ્રપતિ મેક્રોનનો હાથ પકડવાનો ઇનકાર કરી દીધો. આ નાનકડી ક્ષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રવિવારે સાંજે દક્ષિણ-પૂર્વ એશિયા પ્રવાસ શરૂ કરવા માટે હનોઈ (વિયેતનામ) પહોંચ્યા. જોકે તે એક મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાત હતી, ચર્ચાનો વિષય રાજકીય ઘટના નહીં, પરંતુ એક અજીબ વિડિઓ ક્લિપ બની હતી, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વાયરલ વીડિયો પર સ્પષ્ટતા કરી છે, જેમાં તેમની પત્ની બ્રિજિટ મેક્રોન તેમને ચહેરા પર અડતી જોવા મળે છે. આ વીડિયો વિયેતનામ પ્રવાસનો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી હતી. હનોઈમાં પત્રકારો સાથે વાત કરતા મેક્રોને કહ્યું કે તે કોઈ લડાઈ નહોતી, પરંતુ “અમે એકબીજા સાથે મજાક કરી રહ્યા હતા, જેમ કે અમે ઘણીવાર કરીએ છીએ.”

તમને જણાવી દઈએ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પત્ની તેમના કરતા 24 વર્ષ મોટી છે. માહિતી અનુસાર, તેમના શાળાના દિવસોમાં તેમની પત્ની તેમની શિક્ષિકા હતી. તે સમયે, બ્રિજિટ મેક્રોન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નાટક શિક્ષિકા હતા અને આ સમય દરમિયાન મેક્રોન તેમની સાથે એકતરફી પ્રેમમાં પડ્યા. રસપ્રદ વાત એ છે કે બ્રિજિટની પુત્રી તે સમયે ઇમેન્યુઅલ મેક્રોન સાથે અભ્યાસ કરી રહી હતી.

Previous Article

યૂટયૂબરે છોડ્યો PhD નો અભ્યાસ, બની ઓનલીફેન્સ પર કંટેંટ ક્રિએટર- હવે કરી રહી છે કરોડોમાં કમાણી

Next Article

લ્યો બોલો / હવે તો હદ થઈ..દીકરાના દોસ્તને જ દિલ દઈ બેઠી માતા! 18 વર્ષના નાના છોકરા સાથે થઈ ગયો પ્રેમ અને પછી લગ્ન પણ કરી લીધા!

error: Protected Content!