માં રોજ મોકલતી હતી હોસ્ટેલમાં રહેતી દીકરીની ફ્રેન્ડ માટે ટિફિન, લેટરમાં લખી એવી ભાવુક પોસ્ટ કે જાણીને તમારી આંખો પણ થઇ જશે ભીની

લોકો અભ્યાસ માટે પોતાના ગામથી દૂર અલગ શહેરોમાં જાય છે, માટે બેશક તેઓને હોસ્ટેલમાં રહેવું પડતું હોય છે. તમે પણ તમારા જીવનમાં હોસ્ટેલમાં રહેવાનો અનુભવ કર્યો હશે. હોસ્ટેલમાં રહેવું એક અલગ જ દુનિયા હોય છે, જો કે ઘણા છોકરા-છોકરીઓને હોસ્ટેલમાં રહેવું પસંદ નથી હોતું અને ખાસ કરીને જો બાળકોને હોસ્ટેલમાં રહેવાની સમસ્યા નડતી હોય તો તે છે સારું ભોજન ન મળવાની. હોસ્ટેલમાં મોટાભાગે સારું જમવાનું નથી હોતું જેને લીધે બાળકોને હોસ્ટેલમાં રહેવું પસંદ નથી હોતું. આવું જ કંઈક હોસ્ટેલ લાઈફ જીવતી એક વિદ્યાર્થીની સાથે બન્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યા એક શ્રુબેરી નામની વિદ્યાર્થિનીને હોસ્ટેલનું જમવાનું બિલકુલ પણ પસંદ ન હતું અને તેણે આ વાત પોતાની મિત્રને પણ કહી હતી.આ વાત મિત્રએ તેની માંને કહી જેના બાદ તેની માં રોજ પોતાના હાથે જમવાનું બનાવીને શ્રુબેરી માટે મોકલતી હતી. શ્રુબેરીએ કહ્યું કે,”સહેલી સાથે હોસ્ટેલના મેસના ભોજનની ફરિયાદ કરી અને તેણે આ વાત તેની માં ને કહી, માટે તેની માં રોજ મારા માટે સ્વાદિષ્ટ ભોજન મોકલી રહી છે”.

જો કે શ્રુબેરીને પહેલા તો થોડું ખરાબ લાગ્યું કેમ કે તેની પાસે બદલામાં તેની માં ને આપવા માટે કંઈ ન હતું. શ્રુબેરીએ કહ્યું કે,”મેં સહેલીની માંને કહ્યું કે હું આ ટિફિન સ્વીકાર ન કરી શકું કેમ કે મારી પાસે કંઈપણ બનાવવા માટે સમય નથી અને ટિફિનના બદલામાં રિટર્ન પણ આપવા માટે કઈ નથી, અને ખાલી ટિફિન રિટર્ન કરવામાં શરમ આવે છે”.આ વાતની જાણ થતા સહેલીની માંએ ટિફિન સાથે ભાવુક વાત લખેલો લેટર મોકલ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સહેલીની માંએ ટિફિન સાથે લેટર મોકલ્યો, જેમાં લખ્યું હતુ કે,”ભોજનનો આનંદ લો. બાળકોએ ખાલી ટિફિન મોકલવામાં શરમ કે ચિંતા ન કરવી જોઈએ. જો કઈ રિટર્ન આપવું જ છે તો ટિફિન સાથે પ્રેમ અને સ્નેહ મોકલી શકો છો, જે મારા માટે પૂરતું છે, ભગવાન તમારું ભલું કરે, ખુબ ખુબ પ્રેમ, મોમ”.સોશિયલ મીડિયા પર લોકો આ અનોખા પ્રેમને ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. માતાની આવી સુંદર પોસ્ટ દરેકનું દિલ જીતી લીધું છે. એક યુઝરે લખ્યું કે,”મારી માં મારા હોસ્ટેલના દિવસોમાં મારા દરેક મિત્રો માટે જમવાનું મોકલતી હતી”.અન્ય એકે લખ્યું કે,”આ માંનો પ્રેમ છે”. અન્ય એક યુઝરે લખ્યું કે,”લેટર વાંચીને આંખો ભરાઈ આવી”.

Krishna Patel