એક જ સોસાયટીમાં રહેતા 4-4 દોસ્તોના ઉડી ગયા ચીથડા, અરેરાટીભર્યો બનાવ

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી અનેક અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે યુવાઓનો શોખ તેમના પર જ ભારે પડી જતો હોય છે અને તેઓ પોતાના શોખને કારણે જીવ પણ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે દિલ્હીની બહારના ગુરુગ્રામમાં એક અન્ડર-કન્સ્ટ્રક્શન રેલવે ઓવરબ્રિજ પાસે સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર યુવકોના મોત થયા હતા. સરકારી રેલ્વે પોલીસ અનુસાર, આ અકસ્માત બસઈ રેલ્વે સ્ટેશનની બરાબર પહેલા સાંજે લગભગ 5 વાગ્યે થયો હતો, જ્યારે જન શતાબ્દી એક્સપ્રેસ દિલ્હીના સરાઈ રોહિલ્લાથી અજમેર જઈ રહી હતી. જીઆરપીએ જણાવ્યું કે 18થી 20 વર્ષની વયજૂથના ચાર યુવકોએ ટ્રેનની નજીક આવતાની સાથે જ ટ્રેક પર સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું હતું.

પ્રતિકાત્મક તસવીર

જ્યારે ટ્રેન નજીક આવી ત્યારે પણ તેઓ ત્યાંથી આગળ વધ્યા ન હતા અને ટ્રેન તેમને અથડાઈને પસાર થઈ ગઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.ટ્રેન ડ્રાઈવર પાસેથી માહિતી મળતા જ જીઆરપી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ સમીર, મોહમ્મદ અનસ, યુસુફ ઉર્ફે ભોલા અને યુવરાજ ગોગિયા તરીકે કરવામાં આવી છે, જેઓ દેવીલાલ કોલોનીના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે ગુરુગ્રામમાં મંગળવારે સાંજે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં 4 યુવકોના મોત થયા હતા.

પ્રતિકાત્મક તસવીર

એક્ટિવા પર સવાર તમામ મિત્રો મોબાઈલથી ફોટોગ્રાફીમાં એટલા મશગૂલ થઈ ગયા કે ટ્રેનના આગમનની તેમને ખબર જ ન પડી.અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકોના શરીરના ભાગો 500 મીટર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. વાહન નંબર અને મોબાઈલ ફોનના આધારે પોલીસ ચારેય યુવકોની ઓળખ કરી હતી.

તાજેતરમાં જ મધ્યપ્રદેશના બેતુલમાં રેલ્વે બ્રિજ પર ફોટા પડાવવા અને સેલ્ફી લેવાની કિંમત બે લોકોએ જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. એક યુવક ફોટોગ્રાફર હતો જ્યારે બીજો ખેડૂત હતો. શાહપુરના રેલ્વે બ્રિજ પાસે બંનેના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા.

Shah Jina