EDની પૂરછપરછમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અર્પિતા મુખર્જી, હજુ ગાયબ થયેલી 4 ગાડીઓ શોધી રહી છે ED, અંદર ભરેલા છે ઢગલાબંધ રૂપિયા

પશ્ચિમ બંગાળ SSC કૌભાંડમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. SSC કૌભાંડના આરોપી અને બંગાળ સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની સહયોગી અર્પિતા મુખર્જીની EDની પૂછપરછ અને સતત વધી રહેલી પકડ વચ્ચે શુક્રવારે અચાનક તબિયત બગડી હતી. જ્યારે તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે તે રડી રહી હતી. કાર દ્વારા તેને હોસ્પિટલની અંદર લઈ જતાં જ તે અચાનક બેહોશ થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. આ પછી ડૉક્ટરોની ટીમ દ્વારા અર્પિતાનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અર્પિતાના ઘરે EDના દરોડામાં અત્યાર સુધીમાં 49 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

અગાઉ અર્પિતા મુખર્જીની ધરપકડ બાદ ડાયમંડ સિટીના આવાસમાંથી ચાર લક્ઝરી કાર ગુમ થઈ હતી. આમાંથી બે કાર પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના નામ પર છે. Audi A4, Honda City, Honda CRV અને Mercedes Benz ગુમ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અર્પિતાની ધરપકડ સમયે માત્ર એક સફેદ રંગની મર્સિડીઝ કાર (પાંચમી) જપ્ત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ ગુમ થયેલા વાહનોમાં મોટી માત્રામાં રોકડ હતી.

ED આ વાહનોની શોધમાં સતત દરોડા પાડી રહ્યું છે અને ઘણા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ સીસીટીવી ફૂટેજમાંથી વિગતો ચકાસી રહ્યા છે. ઇડીના અધિકારીઓએ પણ અર્પિતાના બેલઘરિયા ફ્લેટમાંથી સીસીટીવીની વિગતો માંગી છે. ગુરુવારે EDએ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની લાંબા સમયથી પૂછપરછ કરી હતી. બંનેની અલગ-અલગ મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન અર્પિતા મુખર્જીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.મીડિયા રિપોર્ટ અનુસાર પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તમામ પૈસા પેક કરીને એક જ રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ રૂમની અંદર માત્ર પાર્થ ચેટર્જી અને તેના લોકો જ આવતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે EDના જણાવ્યા પ્રમાણે પૂછપરછમાં અન્ય ઘણી પ્રોપર્ટીના લોકેશન મળી આવ્યા છે. છેલ્લા બે ફ્લેટ સિવાય બેલખારિયામાં વધુ બે ફ્લેટ મળી આવ્યા છે. EDએ મીડિયાને જણાવ્યું કે તેમને સીલ કરવામાં આવ્યા છે.

Niraj Patel