ચાર-ચાર છોકરાઓ સાથે ભાગી ગઈ આ છોકરી, પકડાઈ જવા ઉપર લગ્ન કરવા માટે થઇ કન્ફ્યુઝ, પછી થયો આ નિર્ણય, જાણો સમગ્ર મામલો

ઘણા લોકો પોતાના પ્રેમીને પામવા માટેની ઘરેથી મંજૂરી ના મળતા તે ભાગી જવાનો નિર્ણય કરે છે. પરંતુ આ દરમિયાન એક એવો મામલો સામે આવ્યો છે જેને વાંચીને તમારા પણ હોશ ઉડી જશે. એક છોકરી એક નહીં પરંતુ ચાર છોકરાઓ સાથે ભાગી ગઈ અને જયારે પકડાઈ ત્યારે લગ્ન કરવા માટે જ મૂંઝવણમાં મુકાઈ ગઈ. (પ્રતીકાત્મક તસવીરો)

આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાંથી જેને જ કોઈપણ સાંભળે છે તે હેરાન રહી જાય છે, કારણ કે આ છોકરી માટે પતિ પસંદ કરવા માટે પંચાયતની અંદર ચિઠ્ઠીઓ નાખીને ચુટંણી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલો છે ટાંડાના અજીમનગર પોલીસ સ્ટેશનનો છે. અહીંયા રહેવા વાળી એક છોકરીને થોડા દિવસ પહેલા ચાર છોકરાઓ ભગાવીને લઇ ગયા હતા. આ છોકરાઓએ છોકરીને એક સંબંધીને ત્યાં રાખી મૂકી હતી. પરંતુ જયારે છોકરીના ઘરવાળાએ તેની તપાસ કરી ત્યારે તે પકડાઈ ગયા હતા.

છોકરીના પકડાઈ જવા બાદ તેના પરિવારજનો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. પરંતુ પંચાયત દ્વારા આ મામલો પૂર્ણ કરી અને લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. જેના ઉપર તે લોકો રાજી પણ થઇ ગયા.

લગ્નની વાત બાબતે રાજી થવા ઉપર છોકરીને પૂછવામાં આવ્યું કે તે ક્યાં છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ છોકરી કંઈજ નક્કી નહોતી કરી શકતી કે આ ચારમાંથી તે કોને પોતાના જીવનસાથી તરીકે પંસદ કરે. તો આ તરફ છોકરાઓનું પણ મન બદલાઈ ગયું અને તે ચારમાંથી કોઈ તે છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર ના થયું, પરંતુ પંચાયના નિર્ણયના કારણે તેમને લગ્ન કરવા માટેનું મન બનાવવું પડ્યું.

પંચાયત દ્વારા પણ તે છોકરીનો જીવનસાથી પસંદ કરવા માટે અનોખી રીત અપનાવવામાં આવી. ખબરો પ્રમાણે પંચાયત દ્વારા છોકરીના પતિની પસંદગી માટે ચારેય છોકરાઓના નામની ચીઠ્ઠીઓ નાખવામાં આવી. ચારેય ચિઠ્ઠીઓમાંથી પંચ દ્વારા એક ચિઠ્ઠી ઉઠાવવામાં આવી અને જે છોકરાનું નામ નીકળ્યું તેની સાથે તે છોકરીના લગ્ન કરાવવામાં આવ્યા.

Niraj Patel