દેશી બાબાનો વિદેશી ડાન્સ ! બાબાજીએ વિદેશી યુવતી સાથે કર્યો એવો ડાન્સ કે વીડિયો થઇ ગયો વાયરલ

દેશી રંગમાં રંગાઈ વિદેશી યુવતી, વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, સોશિયલ મીડિયામાં વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

આપણે જોતાં હોઈએ છીએ કે અજબ ગજબના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહેતા હોય છે. તાજેતરમાં જ  એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક દેશી બાબા એક વિદેશી યુવતી સાથે ડાન્સ કરી રહ્યા છે. વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે.ભગવા વસ્ત્રો ધારણ કરેલા બાબાજી વિદેશી યુવતી સાથે મસ્તીભર્યા અંદાજમાં નાચી રહ્યા છે.

વિદેશી છોકરી અને બાબાજીની આ જોડીને લોકો એટલી પસંદ કરી રહ્યા છે સાથે જ વાયરલ વીડિયો પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પણ યુઝર્સ કમેન્ટોનો વરસાદ પણ કરી રહ્યા છે.  કેટલાક લોકો તેને ભારતીય સંસ્કૃતિનો જાદુ કહી રહ્યા છે, તો કેટલાક લોકો વીડિયોનો ખૂબ આનંદ માણી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વૈશ્વિક આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાબાજી પરંપરાગત પહેરવેશમાં છે, જ્યારે વિદેશી છોકરીએ પશ્ચિમી ડ્રેસ પહેર્યો છે .કેટલાક યુવાનો ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે.વીડિયો જોઈ અંદાજ લગાવી શકાય છે કે આ કોઈ ધાર્મિક તહેવારનો વીડિયો હોય તેવું લાગે છે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Previous Article

વેનિટી વેનમાં કપડાં બદલી રહી હતી અભિનેત્રી, અચાનક એક ડિરેક્ટર આવ્યા અંદર...આગળ શું થયું તે જાણો

Next Article

અરે વાહ ! આ ઉંમરે જોશ અને જુસ્સો તો જુઓ...સોશિયલ મીડિયામાં છવાયા દુલ્હનના માતા-પિતા, કર્યો એવો ડાંસ કે- જુઓ વીડિયો

error: Protected Content!