વાયરલ

“મૈયા યશોદા, યે તેરા કનૈયા” ગીત ઉપર આ વિદેશી યુવકે મહિલા શણગાર સજીને કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે વીડિયો જોઈને સોનાલી બેન્દ્રે પણ શરમાઈ જશે.. જુઓ

ઇન્ટરનેટ ઉપર આજકાલ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં લોકો રીલ બનાવવા માટે એવા એવા અખતરા કરતા હોય છે જે આપણી કલ્પના બહાર હોય. ઘણા લોકો મહિલાઓના ગેટઅપમાં પણ વીડિયો બનાવતા હોય છે અને ડાન્સ પણ કરતા હોય છે, જેને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં પણ આવે છે. અને તેમાં પણ જો કોઈ વિદેશી પુરુષ મહિલાનો પહેરવેશ પહેરી અને બોલીવુડના કોઈ ગીત ઉપર ડાન્સ કરે તો કેવું લાગે ?

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વિદેશી પુરુષ મહિલાના ગેટઅપમાં  જોવા મળી રહ્યો છે અને તે બોલીવુડની સુપરહિટ ફિલ્મ “હમ સાથ સાથ હૈ”ના સૌથી લોકપ્રિય ગીત “મૈયા યશોદા” ઉપર ખુબ જ સરસ ડાન્સ કરતો જોવા મળે છે. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના ટેલેન્ટના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

આ વિદેશી છોકરાએ ગીત પર કેટલાક એક્સપ્રેશન્સ એવી રીતે આપ્યા છે કે મૂળ ગીતમાં હાજર અભિનેત્રીઓ પણ પાછળ રહી ગઈ છે. આ વીડિયોમાં એક વિદેશી છોકરો આ ગીત પર એવો સુંદર ડાન્સ કરી રહ્યો છે કે દરેક વ્યક્તિ તેનો આ વીડિયો વારંવાર જોવા માટે મજબૂર થઈ રહ્યુ છે. વિડિયોમાં દાઢી અને મૂછ જો હટાવી દેવામાં આવે તો કોઈ કહી નહિ શકે કે આ છોકરો છે. આ ડાન્સ વિડિયો સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by DEEN (@bollywoodboi)

હિન્દી ગીત પર આ વિદેશી છોકરાના સુંદર ડાન્સના દરેક લોકો ફેન બની ગયા છે. વીડિયોમાં ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશન્સ એટલા અદભૂત છે કે તેને જોઈને કોઈપણ ડાન્સ કરવા માટે મજબૂર થઈ જશે. મૈયા યશોદા, યે તેરા કન્હૈયા આ વિદેશી છોકરાની અભિવ્યક્તિ, રીતભાત અને કમર જોઈને લોકો કહી રહ્યા છે કે તબ્બુ અને સોનાલી બેન્દ્રે પણ નિષ્ફળ ગયા છે. હાથમાં વાંસળી અને નાકમાં નથ સાથે મૈયા યશોદા ગીત પર ગોરા છોકરાનો મનમોહક ડાન્સ તમારું દિલ જીતી લેશે.