સુરતની આ કિન્નર બની લોકો માટે પ્રેરણા રૂપ, મોડેલિંગ કરવાનું શરૂ કર્યું અને ફૂટવેર કંપનીએ બનાવી દીધી બ્રાન્ડ એમ્બેસેડર

કોરોના કાળની અંદર ઘણા લોકોના નોકરી ધંધા છૂટી ગયા છે અને ઘણા લોકો બેકારીનો પણ ભોગ બની રહ્યા છે. ત્યારે ઘણા લોકો એવા પણ છે જેમને તેમને આગવી કોઠાસૂઝના કારણે એવું એવું કામ શરૂ કર્યું છે જેનાથી તે નોકરી કરતા પણ વધારે કમાણી કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા કિન્નર વિશે જણાવવા જઈ રહ્યા છે જેને મોડેલિંગની દુનિયામાં હાથ અજમાવ્યો.

અમે વાત કરી રહ્યા છીએ સુરતની કિન્નર કુંવર રાજવીર વિશે. જેમને ફરસાણનો વ્યવસાય શરુ કરી અને પોતાના પગ ઉપર આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું હતું, અને હવે તે મોડેલિંગમાં પણ પોતાનો હાથ અજમાવવા જઈ રહ્યા છે. આ માટે તેમને એક ફૂટવેર કંપની દ્વારા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી દેવામાં આવ્યા છે.

આ પહેલી એવી ઘટના છે જયારે કોઈ કિન્નરને આ પ્રકારની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હોય. ત્યારે રાજવીર આજે કિન્નર સમુદાય અને એવા ઘણા લોકો માટે પ્રેરણા રૂપ પણ બની ગયા છે જે આ રાહ ઉપર આગળ વધવા માંગતા હોય. આ પહેલા સુરતના અડાજણ વિસ્તારમાં તેમને એક નમકીનની દુકાન શરુ કરી છે અને હવે સુરતની એક બ્રાન્ડેડ શૂઝ કંપનીએ તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે.

રાજવીરનું ફૂટવેર કંપની દ્વારા કરવામાં આવેલું ફોટોશૂટ પણ ફૂટવેરના પ્રચાર માટે ઓનલાઈન અપલોડ પણ કરી દીધું છે. રાજવીર નાનપણથી જ ખુબ જ સંઘર્ષ કરતા આવ્યા છે. લોકડાઉનમાં પણ તેમની આર્થિક સ્થિતિ ખરાબ બની હતી. જેના બાદ તેમને ફરસાણની દુકાન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજવી પોતાના જીવન વિશે જણાવતા કહે છે કે, “મારો જન્મ સુરતના ઠાકોર પરિવારમાં થયો હતો. માતા પિતાએ મારુ નામ ચિતેયુ ઠાકોર રાખ્યું. મારો જન્મ એક કિન્નરના રૂપમાં થયો હતો. તે છતાં પણ મારી માતાએ મને ખુબ જ પ્રેમ આપ્યો અને આજે પણ મારો સહારો બની છે.  મારા જેવા બાળકોને લોકો કિન્નર સમાજને સોંપી દે છે. પરંતુ મારી માતાએ આમ ના કર્યું. અને મારો બહુ જ સારી રીતે ઉછેર કર્યો.”

તે આગળ જણાવે છે કે “મને બાળપણથી જ એક દીકરાના રૂપમાં ઉછેરવામાં આવ્યો હતો અને મારા કપડાં પણ છોકરાની જેમ પહેરાવવામાં આવતા. બીજા માતા પિતા પણ મારા જેવા જન્મવા વાળા બાળકોને સારી રીતે ઉછેરી શકે છે. જેના કારણે તે પોતાના પગ ઉપર ઉભા થઇ શકે અને સામાન્ય જીવન જીવી શકે.”

રાજવીએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોટી સંખ્યામાં કિન્નર સમુદાય રહે છે. જેના કારણે તે ઘરમાં રહેતા હોવા છતાં પણ 12 વર્ષની ઉંમરમાં સુરતના કિન્નર મંડળ સાથે જોડાઈ ગઈ હતી. મંડળમાં પણ તેને કિન્નર સાથીઓનો ખુબ જ પ્રેમ મળ્યો હતો.  આજે ગુજરાતના લગભગ 95 ટકા કિન્નર તેને ઓળખે છે અને દરેક રીતે તેને સાથ આપે છે.”

Niraj Patel