અબૂ ધાબીમાં પહેલુ હિંદુ મંદિર તૈયાર, વીડિયોમાં જુઓ કેટલું ભવ્ય છે સ્વરૂપ, PM મોદી કરશે ઉદ્ઘાટન

અબુધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે PM મોદી, અંદરથી આવું અદભૂત દેખાય છે UAEનું પ્રથમ હિંદુ મંદિર- જુઓ

સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે 14 ફેબ્રુઆરીએ આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. આ મંદિર ખૂબ જ ભવ્ય દેખાવ ધરાવે છે. ભારતીય કારીગરોએ તેમની કલાથી તેને ભવ્ય રૂપ આપ્યું છે. આ મંદિરના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે આવેલ BAPS હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2019થી ચાલી રહ્યું છે. આ મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી છે. UAEમાં અન્ય ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. પથ્થરનું સ્થાપત્ય ખૂબ જ આકર્ષક છે.

અદ્ભુત સ્થાપત્ય સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું BAPS મંદિર ખાડી ક્ષેત્રમાં સૌથી મોટું મંદિર હશે. વડાપ્રધાન મોદી મંગળવારથી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસની મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ 14 ફેબ્રુઆરીએ વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના સત્તાધિશોના જણાવ્યા અનુસાર, આંતરિક ભાગના નિર્માણમાં 40,000 ઘમ ફૂટ સંગમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પીએમ મોદી અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે એક કાર્યક્રમમાં UAEમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે. આ મંદિરને અત્યંત અદ્યતન શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, UAEમાં 100થી વધુ ભારતીય શાળાના વિદ્યાર્થીઓ નાના પથ્થરો દોરવામાં વ્યસ્ત છે જે રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આવનાર મહેમાનોને સંભારણું તરીકે રજૂ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુ ધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે, જે UAEમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે. પ્રાચીન અને પશ્ચિમી સ્થાપત્યના સમન્વયથી બનેલ આ મંદિરનું કોતરકામ અજોડ છે. મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

આવી સ્થિતિમાં ઉદ્ઘાટન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે 2015 પછી વડાપ્રધાનની UAEની આ સાતમી મુલાકાત છે. વિદેશ સચિવે કહ્યું કે PM મોદી અને અલ નાહ્યાન દેશો વચ્ચે રણનીતિક સાજેદારીને વધુ ગાઢ બનાવશે, વિસ્તારિત અને મજબૂત કરવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે અને આપસી હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારોને આદાન-પ્રદાન કરશે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનને પણ મળશે. તેમના નિમંત્રણ પર પ્રધાનમંત્રી દુબઈમાં આયોજિત થનારી વિશ્વ સરકાર શિખર સમ્મેલન 2024માં સમ્માનિત અતિથિના રૂપમાં ભાગ લેશે અને શિખર સમ્મેલનમાં એક વિશેષ મુખ્ય ભાષણ આપશે.

Shah Jina