સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો હસાવે છે, જ્યારે કેટલાક જીવન વિશે વિચારવા મજબૂર કરે છે. તાજેતરમાં, એક કપલને તેમની પ્રથમ રાત્રિનો વીડિયો શેર કરીને જાહેર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તે થોડો અલગ છે. તે એક એવા યુગલની ઝલક બતાવે છે જેમણે અરરેન્જ મેરેજ કર્યા છે અને વીડિયો લગ્રપછીના પ્રથમ દિવસનો છે.
હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળેલા કપલના લગ્ન એક દિવસ પહેલા થયા હતા અને આ તેમની પહેલી રાત છે. વીડિયોની શરૂઆત દુલ્હનના વરના માથે હાથ મૂકતા દ્રશ્યથી થાય છે. ત્યારે કન્યા કહે છે ચાલો આપણે બંને સાથે રૂમની બહાર જઈએ, મને એકલી જતા શરમ આવે છે.
આ પછી હજામત કરી રહેલો વર કહે છે, હું બે મિનિટમાં આવું.રૂમની બહાર જતી વખતે કન્યા પૂછે છે કે તેણે તેના દુપટ્ટાથી માથું ઢાંકવું જોઈએ કે તેને આમ જ છોડી દેવું જોઈએ? વરરાજા જવાબ આપે છે, તે તમારી પસંદગી છે. બંને સીડીઓ નીચે આવતાં જ પરિવારના સભ્યો મજાકમાં પૂછે છે કે તમને રાત્રે ઊંઘ ન આવી? તમે થાકેલા દેખાઈ રહ્યા છો. આ સાંભળીને વર-કન્યા શરમાયાને બીજી બાજુ જતા રહે છે.પછી કન્યા કહે છે કે તેના કપડા માટે જગ્યા નથી, તો વરરાજા તેના કબાટમાં જગ્યા કરવાનું કહે છે.
પછી બેગ લઈને બેઠેલો વર ચાર્જર શોધે છે અને કહે છે કે, ચાર્જર અહીં રાખ્યું હતું, ક્યાં ગયું? કન્યા પૂછે છે, શું થયું? વર કહે છે કે, હું મારી સાથે આવી રીતે વાત કરતો હતો. પછી કન્યા ચાર્જર બતાવે છે અને હસીને કહે છે, હવે હું તમારી સાથે વાત કરવા આવી છું.આ નવા કપલનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. @Prof_Cheems નામના X એકાઉન્ટમાંથી વીડિયો શેર કરતી વખતે લખ્યું છે, ગોલ્ડન ડેઝ ઓફ મેરેજ. બેંગલુરુના ટેક કર્મચારી અતુલ સુભાષે તેનો ફોટો લગાવીને કોમેન્ટ કાર છે કે લગ્રના 2 વર્ષ પછી! તેણે એમ પણ લખ્યું છે કે લગ્નના 5-10 વર્ષ પછી જીવન કેવું હોય છે તે બતાવો.
Golden Days Of Marriage 🥰 pic.twitter.com/601r7cHVKA
— Prof cheems ॐ (@Prof_Cheems) December 24, 2024