બૉલીવુડના હીરો અજય દેવગણના નજીકના વ્યક્તિનું થયું અવસાન, આખી બોલીવુડ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી

બોલીવુડ આજકાલ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે એવામાં હાલમાં જ ન્યુઝ મળ્યા કે ફિલ્મ નિર્માતા અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું હાર્ટ એટેકના લીધે સવારે નિધન થઇ ચૂક્યું છે. તેમની ઉમર લગભગ 91 વર્ષ હતી. અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું નિધન મુંબઈની કેન્ડી હોસ્પિટલ માં મોડી રાત્રે ૧ ૪૦ આસપાસ થયું છે.ફિલ્મ તેઓ બોલીવુડમાં ગફ્ફાર ભાઈ તેમજ એજી નડિયાદવાલાના નામે જાણીતા હતા. તેઓ ફિરોઝ નડિયાદવાલાના પિતા છે જ્યારે જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાના અંકલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.

તેઓની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લગભગ 90 વર્ષના હતા અને ડાયાબિટીસ તેમજ અસ્થમા જેવા રોગથી પીડિત હતા. બૉલીવુડ અભિનેતા અજય દેવગણે ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાના નિધન અંગેની પોસ્ટ કરતા લખ્યું કે, ફિલ્મ સિનેમા ના સુવર્ણ સમય દરમિયાન મારા પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા એકસાથે કામ કરી ચૂક્યા છે.

એજી નડિયાદવાલા સાહેબ નડિયાદવાલાને મારા તરફથી દિલાસો. તેમણે મુંબઈ અને ગુજરાતમાં સ્ટુડિયો બનાવ્યા હતા. જીવનનો 50 વર્ષ કરતા પણ વધારે સમય ફિલ્મ પ્રોડ્યુસરના વ્યવસાયમાં આપ્યો હતો. તેઓના 3 દીકરા ફિરોઝ, હાફિઝ અને મુશ્તાક નડિયાદવાલા હોવાનું જાણવા મળે છે. તેઓ 92 વર્ષના હતા અને ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે તેઓ વર્ષ 1950થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ હતા. પ્રોડ્યુસર તરીકેની તેઓની પહેલી ફિલ્મ જુઠા સચ હતી કે જેમાં ધર્મેન્દ્ર અને રેખા લીડ રોલમાં હતા. બાકી તેમણે પ્રોડ્યુસ કરેલી અન્ય ફિલ્મો લહુ કે દો રંગ, આ ગલે લગ જા, શંકર શંભુ, વતન કે રખવાલે, સોને પે સુહાગા વગેરે છે. આ સિવાય એજી નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરેલી અન્ય કોમેડી ફિલ્મો હેરાફેરી, આવારા પાગલ દીવાના, વેલકમ છે. વધુમાં 1965માં આવેલી મહાભારત આધારિત ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી કે જેમાં પ્રદીપ કુમાર અને દારા સિંહ મુખ્ય રોલમાં હતા.

મલ્ટી-સ્ટારર મસાલા ફિલ્મોના દિગ્ગજ બોલિવૂડ નિર્માતા અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. આ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમ સંસ્કાર સમયની કેટલીક તસવીરો સામે આવી છે. અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાના નિધનથી આખો પરિવાર દુખી છે અને તેઓ પોતાની જાતને સંભાળી શકતા નથી.

સમાચાર મળતાની સાથે જ આખો પરિવાર અને તમામ નજીકના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. તેમના પુત્ર મુસ્તાક નડિયાદવાલાએ સોમવારે પિતાના નિધનની માહિતી આપી. તેઓ 92 વર્ષના હતા અને અનેક બીમારીઓ સામે લડી રહ્યા હતા. તેમણે સોમવારે 3 વાગ્યાની આસપાસ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જે તસવીરો સામે આવી છે, તેમાંથી એક તસવીરમાં તમે અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાની પુત્રવધૂ અને સાજિદ નડિયાદવાલાની પત્ની વર્ધા ખાનને જોઈ શકો છો. આ દરમિયાન વર્ધા ખાન આઘાતમાં જોવા મળી હતી. તે બરાબર ચાલી પણ શકતી ન હતી. સસરાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે તે પહોંચી હતી. ત્યાં સાજિદ નડિયાદવાલા પણ આ દરમિયાન ઘણા દુખી દેખાયા હતા.

આ દરમિયાન સાજીદ રડતો પણ જોવા મળ્યો હતો. જો કે તે પોતાના પરિવારનું ખૂબ જ સારી રીતે ધ્યાન પણ રાખી રહ્યો છે. અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા વિશે વાત કરીએ તો, તેઓ ફિલ્મ ઉદ્યોગમાં ગફ્ફારભાઈ તરીકે જાણીતા હતા. તેમના પરિવારે માહિતી આપી હતી કે ગફ્ફારભાઈની અંતિમયાત્રા સાંજે 4 વાગ્યે વિલે પાર્લેના ઇરલા મસ્જિદ કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી હતી,

જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાંચ દાયકાથી વધુની તેમની ફિલ્મ નિર્માણ કારકિર્દીમાં, તેમણે ‘આ ગલે લગ જા’, ‘લહુ કે દો રંગ’, ‘શંકર શંભુ’, ‘જૂઠા સચ’, ‘સોને પર સુહાગા’, ‘વતન કે રખવાલે’ જેવી ઘણી યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ગફ્ફારભાઈ નડિયાદવાલા ફિલ્મ નિર્માતા એ.કે. નડિયાદવાલાના પુત્ર હતા, અને તેમણે તેમના પિતાના ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી. નડિયાદવાલા ફિરોઝ નડિયાદવાલાના પિતા અને સાજિદ નડિયાદવાલાના પિતરાઈ ભાઈ હતા. નડિયાદવાલા પરિવાર બોલિવૂડમાં ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. જણાવી દઇએ કે, અભિષેક બચ્ચન સહિત અનેક જાણિતી હસ્તિઓ ગફ્ફારભાઇના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી.

YC