મોતની ખોટી ખબર ફેલાવવા પર પૂનમ પાંડે વિરુદ્ધ FIR, મેનેજર નિકિતા વિરુદ્ધ પણ મોટું એક્શન લેવાયું, વાંચો અહેવાલ
FIR against Poonam Pandey : બૉલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ થોડા દિવસ પહેલા પોતાના મોતની ખોટી અફવા ફેલાવી હતી, જેના એક દિવસ બાદ તેને સોશિયલ મીડિયા પર આવીને મોતના સમાચાર ખોટા ગણાવ્યા,
તેને એમ પણ જણાવ્યું કે આવું તેને કેન્સર અવેરનેસ માટે કર્યું હતું, પરંતુ તેની આ રીતથી લોકો ખુબ જ ગુસ્સે પણ ભરાયા હતા, અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા હતા, ત્યારે હાલ ખબર આવી છે કે પૂનમ પાંડે અને તેના મેનેજર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ફેલાવ્યા હતા મોતના ખોટા સમાચાર :
ગત 2 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર તેના મૃત્યુના સમાચાર આપતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. જો કે, આ મૃત્યુના સમાચાર ખોટા સાબિત થયા અને મામલો પબ્લિસિટી સ્ટંટ તરીકે સામે આવ્યો. પૂનમ પોતે એક દિવસ પછી આગળ આવી અને તેણે આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવા માટે આ કર્યું છે.
વકીલે નોંધાવી FIR :
હવે લોકો આ પબ્લિસિટી સ્ટંટ માટે પૂનમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. દરમિયાન શનિવારે વકીલ અલી કાશિફે પૂનમ પાંડે વિરુદ્ધ FIR દાખલ કરી છે. પૂનમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ તેની મેનેજર નિકિતા શર્મા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પૂનમની મેનેજરે પણ ઝૂમ સાથે વાત કરતી વખતે દાવો કર્યો હતો કે અભિનેત્રીનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે.
સેલેબ્સે પણ વ્યક્ત કર્યો તો શોક :
અભિનેત્રીના આ સમાચાર સાંભળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ ખૂબ જ દુઃખ થયું હતું. અભિનેત્રી કંગના રનૌત, રાખી સાવંત, પ્રિન્સ નરુલાએ તેમના નિધનના સમાચાર પર શોક વ્યક્ત કર્યો હતો. જોકે, શનિવારે લાઈવ આવીને પૂનમ પાંડેએ ખુલાસો કર્યો હતો કે શા માટે તેના જીવિત અને મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે હું જીવિત છું. સર્વાઇકલ કેન્સરે મારા પર હુમલો કર્યો નથી, પરંતુ દુઃખની વાત એ છે કે તેણે હજારો મહિલાઓના જીવ લીધા છે જેઓ આ રોગનો સામનો કેવી રીતે કરવો તેની જાણ નથી. કેટલાક અન્ય કેન્સરની જેમ, તે પણ સારવારપાત્ર છે. HPV રસી અને પ્રારંભિક તપાસ શક્ય છે.