હત્યારો ફેનિલ ધારદાર છરાથી નહીં પરંતુ આ ઘાતક હથિયારથી કરવાનો હતો માસુમ ગ્રીષ્મા વેકરિયાની હત્યા, થયો મોટો ઘટસ્ફોટ

સુરતના બહુ ચર્ચિત હત્યાકેસમાં રોજ એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની એક 21 વર્ષીય યુવતીની છરાથી ગળું કાપીને નરાધમ ફેનિલ ગોયાણી નામના યુવાને હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ પોલીસ પણ ખુબ જ ઝડપી તપાસ આરંભી દીધી છે. ગ્રીષ્માના પરિવાર સાથે સામાન્ય લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યા છે.

ગ્રીષ્માની હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેના બાદ લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વીડિયોની અંદર ફેનિલ ગોયાણી નામનો હત્યારો ગ્રીષ્મા વેકરીયાના ગળાના ભાગે ધારધાર છરો મૂકીને જોવા મળી રહ્યો છે, તેમજ થોડીવારમાં જ તે ગ્રીષ્માનું ગળું કાપી નાખે છે. ત્યારે હવે આ મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે પહેલા ધારદાર છરાની નહિ પરંતુ બીજી એક વસ્તુને ગ્રીષ્માને મારવા માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું.

આજે સોમવારના રોજ ફેનિલ વિરુદ્ધ જિલ્લા પોલીસ કોર્ટની અંદર 1000થી બધું પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસને લઈને ગત રવિવારના રોજ રેન્જ આઇજી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ યોજાઈ હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનીલનાં મોબાઈલની અંદરથી મળેલા પુરાવા અને ઓડિયો કલીપનો એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવા પણ ભેગા કરવામાં આવ્યા હતા.

ત્યારે આ મામલામાં હવે એમ પણ જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે ઓનલાઇન AK-47 રાફીલ ખરીદવા માટે વેબસાઈટ ઉપર સર્ચ કર્યું હતું. ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ બનાવી લીધું હતું તેવી બાબત પોલીસ તપાસમાં સામે આવી છે. જેમાં એ પણ સામે આવ્યું છે કે ફેનિલે હત્યા કરતા પહેલા ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું હતું અને જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો કે ઓનલાઇન હથિયારો કેવી રીતે ખરીદી શકાય.

આ ઉપરાંત પોલીસને ફેનિલ અને તેના મિત્ર સાથેની વાતચીતની એક ઓડિયો કલીપ પણ મળી આવી છે. આ ક્લિપના આધારે પોલીસ આરોપી ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં પણ લઇ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ હવે એફએસએલ દ્વારા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. ત્યારે હવે પોલીસે ફેનિલ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરી લીધા હોવાના કારણે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. ઘટનાના આટલા ઓછા સમયની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનો આ સુરત જિલ્લા પોલીસનો પહેલો કિસ્સો બનશે.

Niraj Patel