Daughter marries to father: ઘણીવાર દેશ-વિદેશમાંથી અથવા તો પાડોશી દેશમાંથી એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવે છે કે આપણે જાણી જ હેરાન રહી જઇએ કે આવું કેવી રીતે બની શકે. તાજેતરમાં જ પાકિસ્તાનમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જે બાદ એવો દાવો કરવામાં આવ્યો કે એક દીકરીએ તેના જ પિતા સાથે લગ્ન કરી લીધા અને તે તેના પિતાની ચોથી પત્ની બની ગઇ.
પિતા સાથે નથી કર્યા લગ્ન
રાબિયા નામની પાકિસ્તાની છોકરીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના વિશે ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે છોકરીએ તેના જ પિતા સાથે લગ્ન કર્યા અને ચોથી પત્ની બની. પણ આવું કંઇ જ નથી. યુવતીએ કહ્યુ કે, લગ્નના છ વર્ષ બાદ તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું કે તેના પતિને પહેલા ત્રણ પત્નીઓ છે. વીડિયોમાં એક મહિલા પાકિસ્તાની કપલ સાથે વાત કરતી સંભળાય છે. તે કહે છે કે અરબીમાં રાબિયાનો અર્થ ‘ચાર’ થાય છે.
રાબિયા બની ચોથી પત્ની
તે રાબિયાના ચોથી પત્ની હોવાના સંયોગ પર સવાલ કરે છે. આના પર પાકિસ્તાની છોકરી જવાબ આપે છે, “કારણ કે મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ ચોથી દીકરીઓ હોય છે.” મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, તો હું ચોથા સાથે લગ્ન કરી લઉ અને ચોથી પત્ની બની જવુ છું. આ વીડિયો પહેલા તો આશ્ચર્યચકિત કરી દેનારો હતો પણ પછીથી આ વીડિયોની હકિકત સામે આવી. આ અંગે પહેલા લોકોએ ઘણી આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી હતી.
Amir Khan Virginia (Lahori) & Rabia Amir |Amir Khan Lahori not Mufti Taqi Lahori |Tasty Rabi Food #muftitaqilahori #amirkhanlahori #amirkhanvirginia #rabiaamirkhan #tastyrabifood #muftitaqilahorimarriage pic.twitter.com/l4xzdqxc1x
— Rabia Amir official (@FoodRabi) May 28, 2021
ફેક્ટ ચેક
જો કે, વાયરલ વીડિયો વિશે અલ્ટ ન્યુઝના સહ-સ્થાપક અને ફેક્ટ ચેકર મુહમ્મદ ઝુબૈરે દાવો કર્યો છે કે પાકિસ્તાની છોકરીએ તેના પિતા સાથે લગ્ન કર્યા નથી, પરંતુ ઘણા રાઇટ વિંગવાળા હેન્ડલ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેણે કહ્યુ કે જે વ્યક્તિના લગ્નની વાત થઇ રહી છે તે ત્રણ પત્નીઓને છૂટાછેડા આપી ચૂક્યો છે અને ચોથા લગ્ન કર્યા છે. તેણે એક વીડિયો ટ્વીટ કરી અને તેમાં એ વાત સ્પષ્ટ થઇ રહી છે.