વાહ પિતા હોય તો આવા.. દીકરીનું સપનું પૂર્ણ કરવા માટે આકાશની અંદર જ કરાવ્યા દીકરીના લગ્ન, મહેમાનો માટે બુક કર્યું આખું પ્લેન, જુઓ વીડિયો

આવા અનોખા લગ્ન તો ક્યારેય નહિ જોયા હોય ! ભારતીય બિઝનેસમેને પોતાની દીકરીનું જમીનથી હજારો કિલોમીટર ઉપર હવામાં જ કર્યું કન્યાદાન, મહેમાનો પણ પ્લેનમાં બરાબર ઝૂમ્યા, જુઓ વીડિયો

દેશભરમાં દેવ ઉઠી એકાદશીથી લગ્નનોની શરૂઆત થઇ ચુકી છે. સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણી બધી ખબરો સામે આવી રહી છે. સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળે છે. ઘણા વીડિયોની અંદર લગ્નનો વૈભવ પણ જોવા મળતો હોય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં લગ્ન જમીન પર નહિ પરંતુ આકાશમાં થયા હતા. દુલ્હનના પિતાએ દીકરીનું સપનું પૂર્ણ કરવા આવા અનોખા લગ્ન કરાવ્યા.

પ્લેનમાં થયા લગ્ન :

UAE સ્થિત ભારતીય ઉદ્યોગપતિ દિલીપ પોપલે તેમની પુત્રીના લગ્ન જેટેક્સ બોઇંગ 747 એરક્રાફ્ટમાં કરાવ્યા. લગ્ન 24 નવેમ્બરના રોજ દુબઈમાં થયા હતા. પીટીઆઈએ આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં લોકો ‘તુને મારી એન્ટ્રી’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વિમાનની અંદર ધાર્મિક વિધિ માટે એક અલગ વિસ્તાર પણ બનાવવામાં આવ્યો હતો. દિલીપ પોપલે આ બધું પોતાની દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે કર્યું. આ રીતે લગ્ન અને મહેમાનોનું સ્વાગત હવામાં થયું.

ઉડતા વિમાનમાં જ થઇ લગ્નની વિધિઓ :

લગ્નની વિધિ ઉડતા વિમાનમાં કરવામાં આવી હતી. આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. ધ્રુવ જ્વેલરી બિઝનેસમેન છે. મળતી માહિતી મુજબ, વિમાને ત્રણ કલાક સુધી ઉડાન ભરી અને આ દરમિયાન ભારતીય પરંપરા મુજબ લગ્ન થયા. આ લગ્ન ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ શકે છે. લગ્ન બાદ વર-કન્યાએ ખુશી વ્યક્ત કરી અને પિતાનો આભાર માન્યો. કન્યાએ કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના લગ્નનો અનુભવ આટલો સારો રહેશે.

વાયરલ થયો વીડિયો :

દિલીપ પોપલે કહ્યું, દુબઈ અમારું ઘર છે. અમે હંમેશા અમારી દીકરીના અનોખા લગ્ન કરવાનું સપનું જોયું છે અને દુબઈથી વધુ સારી જગ્યા બીજી કોઈ ન હોઈ શકે. તમને જણાવી દઈએ કે દિલીપ પોપલના લગ્ન પણ 1994માં એર ઈન્ડિયાના પ્લેનમાં થયા હતા. તેમના પિતા લક્ષ્મણ પોપલે આ લગ્ન કરાવ્યા હતા. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ આ અનોખા લગ્નનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel