જે ડ્રોનથી પોલિસ વરસાવી રહી હતી ટીયર ગેસના શેલ, તેને ખેડૂતોએ દેસી જુગાડથી ભગાડ્યા…વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

દેસી જુગાડથી પોલિસના ડ્રોનને ભગાવી રહ્યા હતા આંદોલનકારી ખેડૂતો, પતંગનો એવો ઉપયોગ કર્યો કે જોઇ પબ્લિક હેરાન

ખેડૂતોએ 10 રૂપિયાના પતંગથી પાડી દીધુ લાખોનું ડ્રોન, રાતોરાત ઊભી કરી દીધી 10 ફૂટની દીવાલ

15મી ફેબ્રુઆરીએ ખેડૂતોના આંદોલનનો ત્રીજો દિવસ છે, ખેડૂતોને રોકવા માટે પોલીસે ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આવી સ્થિતિમાં ખેડૂતોએ ડ્રોનનો સામનો કરવા માટે ઘરેલું ઉપાય શોધી કાઢ્યો. શંભુ બોર્ડર પર ખેડૂતો પતંગ ઉડાડીને ડ્રોનને નીચે લાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. પતંગ ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

આ વીડિયો પર લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને ખેડૂતોના વિચારની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોને લાખોમાં વ્યૂઝ મળ્યા અને હજારો લાઈક્સ મળી.

જણાવી દઈએ કે પંજાબના ખેડૂતોએ ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે MSP માટે કાયદો બનાવવા અને સ્વામીનાથન કમિશનની તમામ ભલામણોને લાગુ કરવાની માંગ સાથે 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’નું આહ્વાન કર્યું હતું. ઘણા યુઝર્સે આ બાબતે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું- ભોજન આપનાર નિર્દોષ છે, તેથી તેની યુક્તિઓ પણ ઘણી સરળ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ દેશનું ગૌરવ, મારા દેશના ખેડૂત ! બીજા એકે લખ્યુ- ભાઈ, આ ટેક્નોલોજી અદ્ભુત છે… બિલકુલ અનએક્સેપ્ટેડ ! જ્યારે અન્ય એકે લખ્યું- જો ખેડૂતો હળ ચલાવી શકે છે ડ્રોન કેમ ના ઉડાવી શકે. આ અદ્ભુત કામ કર્યું છે. જ્યારે બીજા એકે લખ્યુ- શું કોમેડી ચાલી રહી છે?

Shah Jina