વડોદરાના ખેડૂતની અનોખી રામભક્તિ, અયોધ્યા લઇ જશે 1100 કિલો વજન વાળો મેટલનો દીવો… જોઈને તમે પણ કહેશો.. “વાહ..”, જુઓ તસવીરો

વડોદરામાં 108 ફૂટ લાંબી અગરબત્તીથી પ્રેરાઈને ખેડૂતે બનાવડાવ્યો 1100 કિલોનો દીવો, રોડ માર્ગે લઈને જશે અયોધ્યા, જનતાને દર્શન માટે મુક્યો ખુલ્લો, જુઓ

Farmer of Vadodara made a 1100 kg lamp : અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ નિર્માણાધીન રામ મંદિરમાં રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે આ પ્રસંગને લઈને આખા દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ પણ જોર શોરથી આરંભાઈ ગઈ છે, ત્યારે રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓનો પણ ખુબ જ મોટો ફાળો રહ્યો છે, ગુજરાતમાંથી ઘણી બધી એવી વસ્તુઓ છે જે રામ મંદિરમાં મોકલવામાં આવી છે, ત્યારે હવે વધુ એક વસ્તુઓએ લોકોના ધ્યાન ખેંચ્યા છે.

ખેડૂતે બનાવ્યો અનોખો દીવો :

રામ મંદિર માટે દેશભરના રામ ભક્તો અલગ અલગ પ્રમાણે પોતાની રામ ભક્તિ બતાવતા હોય છે. ત્યારે વડોદરાના એક ખેડૂતે પણ એવું જ કંઈક કરીને અનોખી રીતે પોતાની રામભક્તિ બતાવી છે. તેમને 1100 કિલો વજન અને 09.15 ફૂટ ઊંચાઈ ધરાવતો દીવો રામ મંદિર માટે તૈયાર કરાવ્યો છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ આ ખેડૂતની અનોખી રામભક્તિના વખાણ કરી રહ્યા છે.

1100 કિલોનો વિશાળ દીવો :

આ ખેડૂત વડોદરાના ભાયલી વિસ્તારમાં રહે છે અને તેમનું નામ અરવિંદભાઈ મંગળભાઈ પટેલ છે. તેમને રામ મંદિર માટે 1100 કિલોની એક વિશાળ દીવો બનાવ્યો છે. આ દીવો તેમને મેટલમાંથી તૈયાર કર્યો છે અને તેમને એમ પણ જણાવ્યું કે મંજૂરી મળશે ત્યારે હું આ દીવાને રોડ માર્ગે અયોધ્યા લઇ જઈશ. હાલ તેમને આ દીવાને વડોદરાના જુના ચકલી સર્કલ પર મુક્યો છે. સવા નવ ફૂટ ઊંચા દીપકને લોકોના દર્શન માટે લોકો પણ આવી રહ્યા છે.

અયોધ્યા લઈને જશે :

અરવિંદભાઈએ આ દીવાને લઈને જણાવ્યું કે, “વિશાળ દીવો બનાવવા માટે પ્રેરણા વડોદરામાં બનેલી 108 ફૂટ લાંબી અગરબત્તીના સમાચાર વાંચ્યા બાદ મળી હતી. જે બાદ મે મકરપુરા જી.આઈ.ડી.સીમાં 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવ્યો છે. આ દીવાની ઊંચાઈ 9.15 ફૂટ અને ઘેરાવો આઠ ફૂટનો છે. પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે. દીવાને પ્રગટાવવા 15 કિલોગ્રામની રૂની દિવેટ પ્રગટાવવી પડશે. જેની માટે ચાર ફૂટની મસાલ પણ તૈયાર કરવામાં આવી છે.”

Niraj Patel