ખેતરમાં પોતાના પાકને પક્ષીઓથી બચાવવા માટે ખેડૂતે બનાવ્યું એવું જોરદાર મશીન કે જોઈને ભલભલા એન્જીનીયરો પણ માથું પકડી લેશે, જુઓ વીડિયો

દુનિયાભરના લોકો માને છે કે જુગાડની બાબતમાં ભારતના લોકોનો કોઈ મુકાબલો નથી. ભારતની જુગાડ પદ્ધતિનો વિશ્વમાં કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. તમે સોશિયલ મીડિયા પર દેશી જુગાડ સાથે જોડાયેલા ઘણા વીડિયો જોયા હશે, પરંતુ હાલમાં જ આવા જ એક દેશી જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારી આંખો ઉપર વિશ્વાસ નહીં થાય.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ખેડૂતના સ્વદેશી જુગાડે લોકોને વિચારમાં મૂકી દીધા છે. ખેડૂતે પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે પક્ષીઓને ભગાડવા માટે એવોઅદ્ભુત જુગાડ લગાવ્યો કે જેને જોઈને મોટા-મોટા એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જશે. ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા તેમના પાકને પક્ષીઓથી બચાવવાની છે. મોટાભાગના પક્ષીઓ વાવણી પછી પાક પર હુમલો કરે છે, જેથી તેઓને તક મળતાં જ અનાજ ખાઈ શકે.

આવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહેલા એક ખેડૂતે પક્ષીઓને ભગાડવાનો એવો રસ્તો શોધી કાઢ્યો, જેને જોઈને તમે પણ વખાણ કર્યા વિના નહીં રહી શકો. હાલમાં એક ખેડૂતના સ્વદેશી જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયોમાં એક થાંભલામાં ટીનનો પંખો જોવા મળે છે, જે પવન સાથે ફરતો હોય છે. આ સાથે જ એક વાસણ પણ ફીટ કરવામાં આવ્યું છે, જેથી જ્યારે પવન ફૂંકાય ત્યારે નટ-બોલ્ટની મદદથી ફીટ કરેલો પંખો ફરવા લાગે અને તેમાંથી વાસણ ખખડવા લાગે. ખેડૂતના આ અનોખા ઉપકરણથી પક્ષીઓને પાકથી દૂર રાખી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

આ વીડિયોને ‘techzexpress’ નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવામાં આવી રહ્યો છે અને લાઈક પણ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી, યુઝર્સ ખેડૂતના સ્વદેશી જુગાડના વખાણ કરી રહ્યા છે. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે ખેડૂતનો આ દેશી જુગાડ ખેતરમાં ઘણા લોકો માટે ખુબ જ ઉપયોગી પણ બની રહેશે.

Niraj Patel