આ ખેડૂતના દિમાગને સો સો સલામ, કપિરાજથી પાકને બચાવવા રીંછને રાખ્યા નોકરી ઉપર, જાણીને તમે પણ હેરાન રહી જશો

ખેડૂતને પોતાના પાકને બચાવવા માટે જાત જાતના ઉપાય કરવા પડતા હોય છે, ખેતરમાં ખુબ જ મહેનતથી ખેડૂત ખેતી કરે છે અને ઘણીવાર પ્રાણીઓ અને પક્ષીઓ પળવારમાં તેમની બધી જ મહેનત ઉપર પાણી ફેરવી દેતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ પોતાના પાકને બચાવવા માટે જુગાડ કરતા ઘણા ખેડૂતો આપણે જોઈએ છીએ.

પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને આખા દેશમાં ચર્ચા વધારી દીધી છે, એક ખેડૂતે પોતાના ખેતરમાં કપિરાજથી પોતાના પાકને બચાવવા માટે રીંછને નોકરી ઉપર રાખ્યા છે, આ સાંભળીને જ કોઈપણ હેરાન રહી જાય, પરંતુ તેની પાછળની હકીકત તો હજુ વધારે હેરાન કરી દેનારી છે.

તેલંગાણાના સિદ્દીપેટમાં એક રીંછ ખેતરોની વચ્ચે રખડતું જોવા મળે છે. આ રીંછ પાકને બરબાદ કરતું નથી પરંતુ તેને બચાવે છે. સવારથી સાંજ સુધી, આ રીંછ ખેતરોની વચ્ચે દોડે છે, ઘેટાં પર અવાજ કરે છે. રીંછને જોઈને અન્ય પ્રાણીઓ ખેતરથી દૂર રહે છે. વાસ્તવમાં તે રીંછ નથી, પરંતુ રીંછના પોશાકમાં એક માણસ છે જે પોશાક પહેરીને ખેતરોની રક્ષા કરે છે.

કોહેરાના ખેડૂત ભાસ્કર રેડ્ડીએ કપિરાજ અને જંગલી ભૂંડોને પાકથી દૂર રાખવા માટે આ પદ્ધતિ અપનાવી છે. ભાસ્કર રેડ્ડીએ કહ્યું કે જંગલી ડુક્કર, કપિરાજ પાકને ઘણું નુકસાન પહોંચાડે છે, તેમને ખેતરોમાંથી ભગાડવા માટે તેમણે એક વ્યક્તિને નોકરી પર રાખ્યો છે. ભાસ્કરે જણાવ્યું કે તે રીંછના ડ્રેસમાં ફરનાર વ્યક્તિને દરરોજ 500 રૂપિયા આપે છે. તેનું કામ એટલું છે કે તે રીંછનો પોશાક પહેરીને પ્રાણીઓને ખેતરો અને પાકથી દૂર રાખે છે.

Niraj Patel