‘હર હર શંભુ’થી રાતોરાત સ્ટાર બની ગયેલી ફરમાની નાઝ પર લેવાઈ ગયું મોટું એક્શન, ધ્રાસ્કો લાગશે જાણીને

શું તમે હર હર શંભુ ગીત સાંભળ્યુ છે. એ જ ગીત જે શ્રાવણ માસમાં ગુંજી રહ્યુ છે. તે ગીતને હવે યૂટયૂબથી હટાવી દેવામાં આવ્યુ છે. ફરમાની નાઝને રાતોરાત સ્ટાર બનાવી દેનાર આ ગીત ગાયકના યુટ્યુબ એકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવ્યું છે. પરંતુ યુટ્યુબે આ કેમ કર્યું ? આખરે, યુટ્યુબે ફરમાની નાઝની ચેનલમાંથી આટલું લોકપ્રિય ગીત કેમ હટાવી દીધું? તો જણાવી દઇએ કે, આ ગીત અભિલિપ્સા પાંડે દ્વારા રેકોર્ડ કરાયેલ ગીત હતું. હા, લેખક જીતુ શર્માએ અભિલિપ્સા પાંડેનું ગીત ‘હર હર શંભુ’ રેકોર્ડ કર્યું હતું.

મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન જીતુ શર્માએ આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, અમને ફરમાની નાઝનું ગીત ગાવામાં કોઈ વાંધો નથી. અમે ઇચ્છીએ છીએ કે તે અમને ગીતનો શ્રેય આપે, કારણ કે અમે આ ગીત લખવા અને ગાવામાં ઘણી મહેનત કરી છે. જીતુ શર્માએ એમ પણ કહ્યું કે ફરમાની નાઝને ખબર હતી કે ગીત તેનું ઓરિજિનલ નથી, તેમ છતાં તેણે આ મુદ્દાને અવગણવાનું ચાલુ રાખ્યું. ગીતનો મૂળ કોપીરાઈટ જીતુ શર્મા પાસે છે.

કૉપિરાઇટ હેઠળ, કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના અથવા ક્રેડિટ આપ્યા વિના કોઈની સામગ્રી, વિડિઓ અથવા ફોટોનો ઉપયોગ કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ‘હર હર શંભુ’ના લેખક જીતુ શર્મા વાસ્તવમાં ઓડિશાના રહેવાસી છે. તેના પિતા શાકભાજીની દુકાન બનાવીને ઘર ચલાવે છે. ગરીબીને કારણે જીતુ શર્મા 12મા ધોરણ સુધી જ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો.

તેણે 2014માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી અને તેના માર્ગદર્શક આકાશ સાથે ગીતો કંપોઝ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે ‘હર હર શંભુ’ ગીત પણ કમ્પોઝ કર્યું હતું. પરંતુ જ્યારે ફરમાની નાઝે તેનું ગીત ચોરીને લોકપ્રિયતા મેળવી અને ક્રેડિટ પણ ન આપી ત્યારે તેને ઘણું ખરાબ લાગ્યું. આથી તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

Shah Jina