થાઈલેન્ડમાં રજાઓ માણતા પ્રખ્યાત પોપ સિંગર જેસનનું નિધન થયું છે. 43 વર્ષની ઉંમરે કોરિયન આર એન્ડ બી ગ્રુપના સભ્ય જેસને દુનિયાને અલવિદા કહી દીધું છે.
મ્યૂઝિક જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. થાઈલેન્ડમાં રજાઓ માણતા જેસનનું અચાનક મૃત્યુ થયું છે. તેમના નિધનથી ફેન્સને ભારે આઘાત લાગ્યો છે અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાના પ્રિય સિંગર-કમ્પોઝરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.2LSON સભ્ય જેસન હવે નથી રહ્યા.
26 જૂને 2LSONના સભ્ય નોઈલે ખુલાસો કર્યો કે જેસન થાઈલેન્ડમાં રજાઓ માણી રહ્યા હતા અને 12 જૂને હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું. તેમનું અંતિમ સંસ્કાર 17 જૂને કરવામાં આવ્યું.
સાથી સિંગરે વ્યક્ત કર્યું દુઃખ
2LSONના સભ્ય જેસનના અચાનક નિધન પર દુઃખ વ્યક્ત કરતા નોઈલે કહ્યું કે તેમના કામોને કારણે અમે સંપર્કમાં નહોતા. જેસનની અચાનક મૃત્યુની ખબર મળતાં મને ભારે આઘાત લાગ્યો. તેઓ મ્યૂઝિશિયન હતા અને લોકોને ઘણો પ્રેમ મળતો. તેમના મૃત્યુથી તેમના પરિવાર અને બધા જ લોકોને આઘાત લાગ્યો છે.
કોણ હતા જેસન?
મ્યૂઝિક જગતમાં તેઓને જેસન તરીકે ઓળખવામાં આવતા હતા, તેમનું મૂળ નામ લી સાંગ-જિન હતું. તેઓ કો-એડ ત્રિપુટી 2LSONના સભ્ય હતા.