સુહાગરાત મનાવવા જઇ રહ્યુ હતુ કપલ કે અચાનક જ રૂમમાં ઘૂસી આવ્યા ઘરવાળા, પછી કરવા લાગ્યા એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

સુહાગરાતવાળા દિવસે વર-કન્યાના રૂમમાં ઘૂસીને ઘરવાળાઓ કરવા લાગ્યા આવી હરકત, જુઓ વીડિયોમાં કેવું હતુ દુલ્હા-દુલ્હનનું રિએક્શન

આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને રોજ કોઇના કોઇ લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લગ્નમાં એવા ઘણા ઇવેન્ટ હોય છે જે સરપ્રાઇઝ કરી દેનારા હોય છે અથવા તો ચોંકાવનારા હોય છે. એ પછી દુલ્હા કે દુલ્હનની એન્ટ્રી હોય કે પછી દુલ્હનનું સ્ટેજ પર નાચતા આવવાનું હોય. બધી રીતને લોકો લગ્નમાં એન્જોય કરે છે. કોઇ જયમાલા સમયે મજાક-મસ્તી કરે છે તો કોઇ મંડપમાં પંડિતજી સાથે હસી-ઠિઠોલી કરે છે. લગ્નના ઘણા વીડિયો અને ઘણી એવી પળ હોય છે જે ફની અથવા તો રોચક હોય છે, તે સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ જતી હોય છે.

ત્યારે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જે લોકોને વિચારવા મજબૂર કરી રહ્યો છે.જે વીડિયો સામે આવ્યો છે, તે જોઇ તમે પણ દંગ રહી જશો. લગ્ન પછી જ્યારે દુલ્હન તેના સાસરે ગઈ અને જ્યારે તેના રૂમમાં પ્રવેશી ત્યારે તેને આશ્ચર્ય થયું. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન પછી વરરાજા તેની કન્યાને સાસરે લઈ આવે છે. દુલ્હાનો પરિવાર દુલ્હનને સરપ્રાઈઝ આપવા માંગતો હતો,

અને આ વીડિયો તમને થોડો આશ્ચર્યચકિત કરશે. લગ્ન પછી ઘરે પોતાની દુલ્હનને લઇને આવેલા વરરાજાના સુહાગરાત માટે સારી રીતે તૈયાર છે પણ તે જ્યારે દુલ્હન સાથે રૂમમાં પ્રવેશે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયોમાં મજાની વાત એ છે કે જ્યારે સુહાગરાતે દુલ્હા-દુલ્હન તૈયાર હોય છે, ત્યારે પરિવારના ઘણા સભ્યો અચાનક આવી પહોંચે છે અને બેડ પર બેઠેલી દુલ્હનની સામે ખુશીથી ‘રબ ને બના દી જોડી’ પર નાચવા લાગે છે. જ્યારે સામે બેઠેલી દુલ્હન પણ પરિવારના સભ્યોને જોઈને તાળીઓ પાડી રહી હતી.

વરરાજાના ચહેરાને જોતા એવું લાગી રહ્યુ છે કે, તે ખૂબ થાકી ગયો છે અને આરામ કરવા માંગે છે. ઈન્ટરનેટ પર થોડીક સેકન્ડનો આ વિડીયો સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આ વીડિયોને skg_photography_official દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે અને ઘણા યુઝર્સ તેના પર ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

Shah Jina