લો બોલો… મોરબીમાં ઝડપાયું આખે આખું નકલી ટોલનાકું, દોઢ વર્ષથી હતું કાર્યરત, કરોડો રૂપિયા હેઠવી લીધા બાદ હવે પોલ પડી ખુલ્લી

હદ થઇ ગઈ હવે તો.. નકલી સરકારી કચેરીઓ બાદ હવે ગુજરાતમાંથી સામે આવ્યું નકલી ટોલનાકુ, કરોડો કમાઈ લીધા બાદ હવે તંત્રની પડી તેના પર નજર.. જુઓ

Fake toll booth in Morbi :ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની કૃત્યો ધમધમી રહ્યા છે, સાથે જ છેતરપિંડીના મામલાઓ પણ સતત સામે આવી રહ્યા છે. તો ઘણીવાર તમે નકલી પોલીસ કે આંખે આખું નકલી પોલીસ સ્ટેશન પકડવાની ઘટનાઓ પણ જોઈ હશે, પરંતુ હાલ મોરબીમાંથી એવી એક ઘટના સામે આવી છે જેને લોકોને હચમચાવી દીધા છે. કારણ કે અહીંયા આંખે આખું નકલી ટોલનાકું ઝડપાયું છે અને આ ટોલનાકું 1-2 કે પાંચ મહિનાથી નહિ પરંતુ દોઢ વર્ષથી કાર્યરત હતું.

દોઢ વર્ષથી ચાલતું હતું નકલી ટોલનાકું :

આ  બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકું ધમધમતું હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વઘાસીયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખીને આ ટોલનાકું ચલાવવામાં આવતું હતું. જેમાં દોઢ વર્ષથી અંદર કરોડોની કમાણી કરી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખી તેમાં ટોલનાકું ચલાવાતું અને ફોરવ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસુલવામાં આવતા હતા.

વીડિયો થયો વાયરલ :

ત્યારે આ મામલાને લઈને નિવૃત આર્મીમેન ગણાવાતા રવિ નામના એક વ્યક્તિ વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે અને અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે. વઘાસીયામાં ચાલતા આ ટોલનાકા મામલે નેશનલ હાઇ વે ઓથોરીટીએ થોડા મહિના પહેલા કલેક્ટર અને એસપીને આવા ટોલનાકુ ચાલી રહ્યુ છે તે અંગેનો પત્ર લખ્યો હતો. આ પત્રમા તમામ વિગતો લખીને આપવામાં આવી હતી. ત્યારે હવે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પોલીસ કાફલો તૈનાત :

આ ઘટના સામે આવ્યા બાદ પોલીસતંત્ર પણ દોડતું થઇ ગયું છે. વઘાસીયા ગમે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. સૌથી હેરાનીની વાત તો એ છે કે  મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ગામ નજીક કાયદેસરનું પણ ટોલનાકુ છે પરંતુ બાજુમાં આ નકલી ટોલનાકુ ધમધમતું હતું. ત્યારે હાલ આ નકલી ટોલનાકાની ચર્ચાઓ ઠેર ઠેર ચાલી રહી છે. હવે એ જોવાનું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel