180 કિલો વજનવાળો આ વ્યક્તિ બની ગયો નકલી પોલિસવાળો, કારણ જાણી હેરાન રહી જશો

180 કિલોનો નકલી પોલિસ ઇંસ્પેક્ટર પોલિસની ગિરફ્તમાં, ટોલ ટેક્સ બચાવવા માટે પહેરતો હતો પોલિસની વર્દી

ઘણીવાર તમે એવા સમાચાર સાંભળ્યા હશે કે કેટલાક લોકો પોલીસની વર્દીમાં પોતાનો રોફ જમાવતા હોય છે. જો કે, ઘણીવાર નકલી પોલિસકર્મી અસલી પોલિસવાળાની જેમ વસૂલી કરે છે અને લોકોને ખબર પણ નથી પડતી કે તે સાચા પોલીસવાળા છે કે નહિ. કેટલીકવાર કેટલાક બદમાશો પોલીસનો યુનિફોર્મ પહેરીને રસ્તા પર લૂંટ ચલાવતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ અન્ય કારણોસર નકલી ઇન્સ્પેક્ટર બની ગયો હતો અને રસ્તા પર યુનિફોર્મ બતાવીને વસૂલાત કરતો હતો.

સોશિયલ મીડિયા પર નકલી પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસનો યુનિફોર્મ પહેરેલો એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેનું નામ મુકેશ યાદવ છે, જે ગાઝિયાબાદનો રહેવાસી છે અને ટોલ ટેક્સ બચાવવા માટે તે પોલીસનો યુનિફોર્મ પહેરે છે. એટલું જ નહીં આ વ્યક્તિ નકલી પોલીસ બનીને વાહનો પાસેથી ગેરકાયદેસર વસૂલાત પણ કરતો હતો. આ અંગે ટુંડલા પોલીસને જાણ થતાં તેમણે યુવકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસનો દાવો છે કે પકડાયેલ આરોપી વ્યક્તિનું વજન 180 કિલો છે.

હવે તે વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ, ટુંડલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “શનિવારની રાત્રે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણા વાહનોમાંથી ગેરકાયદેસર વસૂલાત વિશે માહિતી મળી હતી, ત્યારબાદ તે વ્યક્તિ ગેરકાયદેસર વસૂલાત કરતી વખતે રંગે હાથે ઝડપાયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે નકલી નિરીક્ષક તરીકે દર્શાવીને તે નેશનલ હાઈવે પરથી નીકળતા વાહનોને ડરાવી-ધમકાવીને અને જપ્ત કરવાની ધમકી આપીને ગેરકાયદે વસૂલાત કરતો હતો.

ટોલ ટેક્સ બચાવવા માટે તેણે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કર્યો હતો. આરોપી મુકેશ પાસેથી બે આધાર કાર્ડ, બે પાન કાર્ડ, પોલીસ યુનિફોર્મ, નકલી આઈકાર્ડ, એટીએમ વગેરે જેવા દસ્તાવેજો ઉપરાંત એક વેગનઆર કાર પણ મળી આવી છે, જેના પર ‘પોલીસ’નું મોટું સ્ટીકર પણ હતું. આ દરમિયાન તેના બે સાગરિતો પણ હતા, જેમની સાથે તે ખાનગી બસો અને ટ્રકોના ચેકિંગના નામે ગેરકાયદેસર વસૂલાત કરતો હતો. CO ટુંડલાએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની ગેંગમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Shah Jina