ફીસ જમા ન કરી શકતા ટીચરે વિદ્યાર્થીની સાથે કરી લીધા લગ્ન ? જાણો વાયરલ વીડિયોની હકિકત

વિદ્યાર્થીની ફીસ ન ભરી શકવાને કારણે ટીચરે કરી લીધા લગ્ન ? આખી ઘટના જોઈ ધ્રુજી ઉઠશો

હાલમાં સોશિયલ મીડિયા પર એક અનોખા વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કરી લીધા. ઘણા લોકો આને વાસ્તવિક ઘટના માની રહ્યા છે અને શિક્ષકને કળિયુગી અને મોકાપરસ્ત કહી રહ્યા છે. વીડિયોમાં કુર્તા-લુંગી પહેરેલ એક વૃદ્ધ અને બ્લૂ રંગનો શાળાનો યુનિફોર્મ પહેરેલી છોકરી જોવા મળે છે.

વૃદ્ધ માણસ છોકરીની પાંચ વાર માંગ ભરે છે અને કહે છે કે આ મારી વિદ્યાર્થીની હતી, હું તેને ભણાવતો હતો. તેની ઉપર ઘણી વધારે ફી થઇ ગઇ હતી. તે દસ હજાર રૂપિયા હતી અને તે ચૂકવવા સક્ષમ ન હતી. તેથી મેં વિચાર્યું કે શું કરાય ? તો મેં લગ્ન કરી લીધા. તમે અમને આશીર્વાદ આપો. ત્યારે આના પર એક ટ્વિટર યુઝરે વીડિયો શેર કરી લખ્યુ- ફીસ જમા ન કરી શકતા વૃદ્ધ ટીચરે પોતાની વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા. જય ટનાટન.

 

View this post on Instagram

 

A post shared by Appan Maithili (@appanmaithili01)

જો કે, ‘ફેક્ટ ચેક’માં જાણવા મળ્યું કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે જે ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ ઘટના વાસ્તવિક નથી. વાયરલ વીડિયો પર રિસર્ચમાં ધ્યાને આવ્યુ કે આ વીડિયો ‘અપન મૈથિલી’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ભાગમાં અપલોડ કરવામાં આવ્યો હતો. એક વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળેલ છોકરી કહે છે કે તે ખૂબ જ ગરીબ હતી.

 

View this post on Instagram

 

A post shared by Appan Maithili (@appanmaithili01)

ફીના પૈસા ન હોવાને કારણે તેને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે તેણે તેના માસ્ટર સાથે લગ્ન કર્યા જેનાથી તેની સમસ્યા હલ થઈ ગઈ. આ પછી તે એવું પણ સૂચન કરે છે કે જો કોઈ અન્ય છોકરી પણ તેની જેમ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી છે, તો તે પણ તેના માસ્ટર સાથે લગ્ન કરી શકે છે. બદલામાં માસ્ટરજી તેને મફતમાં શીખવશે.

 

View this post on Instagram

 

A post shared by Appan Maithili (@appanmaithili01)

ખાસ વાત એ છે કે આ ઈન્સ્ટાગ્રામ ચેનલ પર વાયરલ થયેલા વીડિયો જેવા અન્ય ઘણા વીડિયો છે. સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળેલ છોકરી એક અન્ય વીડિયોમાં રિક્ષાચાલક સાથે પણ લગ્ન કરતી જોવા મળી રહી છે અને બીજા એક વીડિયોમાં તે અન્ય એક વૃદ્ધ સાથે પણ લગ્ન કરતી જોઇ શકાય છે.. ત્યારે હવે એ સ્પષ્ટ થઈ ગયું કે આ વિડિયો મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Appan Maithili (@appanmaithili01)

Shah Jina